After Pravasi Bharatiya Divas & #VibrantGujarat2015, Mahatma - TopicsExpress



          

After Pravasi Bharatiya Divas & #VibrantGujarat2015, Mahatma Mandir is hosting World’s Biggest Integrated Stainless Steel Expo – Indinox 2015 organized by the Indian Stainless Steel Development Organisation (ISDO). I joined the inaugural function of Indinox 2015 along with Brahmarishi Guruvanand Swami ji & Union Minister Shri Narendra Singh Tomar. With initiatives like ‘Make in India’ & ‘Skill India’, Steel Industry in India will flourish to its full capacity in days to come. Despite not having raw iron, Gujarat is a leading steel manufacturing state & with our new Industrial Policy we will tap our potential further. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સંકુલ ખાતે આજે સવારે વિશ્વના સૌથી વિશાળ સ્ટેનલેસ સ્ટીલ પ્રદર્શન ‘ઇન્ડિનોક્સ 2015’ નું ઉદઘાટન કર્યું. ગુજરાત શતાબ્દી મહોત્સવની ઉજવણીનું જાણે કે કેન્દ્ર બની ગયું છે. ગાંધીજીના સ્વદેશાગમનની શતાબ્દી નિમિત્તે યોજાયેલ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ હવે સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગની શતાબ્દીની ઉજવણી પણ આ વિશાળ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન દ્વારા એ જ સ્થળે થશે તેનો મને અત્યંત આનંદ છે. ઇન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજીત આ એક્સ્પો ભારતીય સ્‍ટીલ ઉદ્યોગને ગ્‍લોબલ નેટવર્કીંગ પ્‍લેટફોર્મ પૂરું પાડશે તથા ભારત ગુણવત્તાસભર સ્ટીલ ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી શકશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે. જ્ઞાન અને ટેક્નોલોજીના આદાન-પ્રદાનની તકો દ્વારા આ પ્રદર્શન આ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહિ‌ત કરશે. આ વિશાળ પ્રદર્શનની સાથે આર્ટ ફેસ્ટિવલનું આયોજન પણ સરાહનીય છે. હું આ ભવ્ય આયોજન બદલ આયોજકોને શુભેચ્છા સહ ધન્યવાદ આપું છું અને આશા રાખું છું કે આ આયોજન વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ વેગ પૂરો પાડશે.
Posted on: Sat, 24 Jan 2015 08:49:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015