Barack Obama And Important Of Indian Hindu Tradition Of Peepal - TopicsExpress



          

Barack Obama And Important Of Indian Hindu Tradition Of Peepal Tree Plantation પીપળ પાન ખરંતા: ગાંધીજીએ લંડનમાં, ઓબામાએ રાજઘાટ પર પીપળો વાવ્યો 1931માં ઇંગ્લેન્ડમાં ગાંધીજીએ લંડનના કિગ્સલે હોલ પાસે પીપળો વાવ્યો હતો અને આ જ પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખી અમેરિકાના રાષ્ટ્રપતિ બારાક ઓબામાએ રાજઘાટ ખાતે ગાંધીજીની સમાધી પાસે પીપળાનું ઝાડ વાવ્યું. ઘણા લોકો જાણતા જ હશે કે ઓબામાના જીવન ઉપર ગાંધીજીનો ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો છે અને ગાંધીજીના વિચારોને ઓબામાએ સારી રીતે પચાવ્યા છે. તેનું અનુસરણ આજે રાષ્ટ્રપતિ તરીકે ભારતમાં આવ્યા ત્યારે જોવા મળ્યું છે. ઓબામા ગાંધીજીની સમાધીના દર્શન કર્યા પછી રાજઘાટ ખાતે ગાંધીજીની સમાધી નજીક જ પીપળાનું ઝાડ વાવી ગાંધીજીની પરંપરાને અનુસરી છે. ગાંધીજી જ્યારે 1931માં ઈંગ્લેન્ડ ગયા હતા ત્યારે લંડનના કિંગ્સલે હોલ પાસે પીપળો વાવ્યો હતો અને પ્રાચીન ભારતીય પરંપરાને વિદેશ સુધી ફેલાવો કર્યો હતો. આ પરંપરાને ધ્યાનમાં રાખીને જ ઓબામાએ પીપળાનું ઝાડ રાજઘાટ ઉપર વાવ્યું છે. પીપળાનું ભારતીય સંસ્કૃતિમાં આટલું મહત્વ કેમ છે કે ઓબામાએ આ ઝાડ વાવવાની પસંદગી ઊતારી આજે જાણો વિસ્તૃત રીતે. હિન્દુ ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે हरि अनंत हरि कथा अनंता તેમાં ઈશ્વરના કણ-કણમાં વસેલી શક્તિઓ, સર્વવ્યાપકતા અને સ્વરૂપની મહિમાના ગુણગાન જ છે. આ આસ્થાને બળ આપે છે-પીપળ પૂજા. હિન્દુ ધર્મમાં પીપળાને દેવ વૃક્ષ માનવામાં આવે છે. આસ્થા છે કે પીપળાની જડ, મધ્ય ભાગ અને આગળના ભાગમાં ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. તેની શાખાઓ અને અન્ય ભાગોમાં વસુ, રુદ્ર, વેદ, યજ્ઞ, સમુદ્ર, કામધેનુની સાથે જ અનેક દેવી-દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. એટલા માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી દરેક કામનાસિદ્ધિ અને દુઃખ-દરિદ્રતાનો અંત પીપળપૂજા દ્વારા શક્ય બને છે. પીપળ પૂજા ગ્રહ દોષ શાંતિ કરનારી પણ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ પીપળાનો પ્રયોગ અનેક ઔષધિના રૂપમાં થાય છે. શ્રીમદભાગવદગીતામાં પણ ભગવાન તેને સ્વયંનું સ્વરૂપ બાતાવે છે. તેને અશ્વત્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણ છે કે દેવમૂર્તિની પૂજા કે મંદિર ન જવાની સ્થિતિમાં પીપળપૂજા કરી લેવાથી જ મલીનતા, દરિદ્રતા દૂર કરી સુખ, એશ્વર્ય અને ધનની કામનાને પૂરી કરનાર માનવામાં આવે છે. એટલા માટે સોમવાર, વિશેષ વાર, તિથિઓ કે દરરોજ પણ વિશેષ મંત્રનું ધ્યાન કરી પીપળ પૂજા ધન અને સુખ સંપન્ન રાખનારી માનવામાં આવે છે. આગળ વાંચો હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં પીપાળાના મૂળ આટલા ઊંડે સુધી કેમ વિસ્તરેલા છે.... મહાત્મા બુદ્ઘે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેને ‘બોધી વૃક્ષ’ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને દેવતૂલ્ય માનીને પૂજવામાં આવે છે.જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ -જ્યોતિષીઓ પ્રમાણે પણ શનિવારના દિવસે પીપળાને દીપદાન કરવું. જળ અને તેલ ચઢાવવું. ઉપાસના કરવી તથા પરિક્રમા કરવી શુભ હોય છે. કારણ કે શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજી પીપળાના વૃક્ષના થડમાં નિવાસ કરે છે. જે જાતક પીપળાની સેવા-પૂજા કરે છે તેના પર ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અને શનિદેવ પ્રસન્ન થાય છે. જેને લીધે જાતકના જીવનમાં રહેલા તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ઘિ થાય છે. -પીપળાનું વૃક્ષ ઉછેરવાથી જાતકને જીવનમાં ક્યારેય કોઇ પણ પ્રકારના કષ્ટ સહન કરવા પડતાં નથી. તેનું ઘર ધાન્યના ભંડારથી ભરપૂર રહે છે. પીપળાને દરરોજ જળ ચઢાવવાથી ઘર-પરિવારની સુખ-સમૃદ્ઘિ વધતી જાય છે. પીપળાનું વૃક્ષ મોટું ન થાય ત્યાં સુધી તેની જાળવણી કરવી જોઇએ. તેનાથી આશ્ચર્યજનક લાભ મળે છે. - પીપળાની પરિક્રમા કરવાથી કાલસર્પ દોષ સમાપ્ત થઇ જાય છે. -શનિદેવના કોઇ પણ પ્રકારના અશુભ પ્રભાવને નષ્ટ કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા શુભ ગણાય છે. રવિવારને બાદ કરતાં રોજ પીપળાને જળ ચઢાવવાથી જન્મકુંડળીના ઘણા અશુભ માનવામાં આવતા ગ્રહયોગોનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે. આ ઉપરાંત પુરાણો અનુસાર પીપળામાં સમસ્ત દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. -જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઇતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું. જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ. અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા-પૂજા કરવી જોઇએ. આગળ વાંચો આયુર્વેદમાં પીપળાનું શું મહત્વ છે.... મહાત્મા બુદ્ઘે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેને ‘બોધી વૃક્ષ’ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને દેવતૂલ્ય માનીને પૂજવામાં આવે છે.જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ -જ્યોતિષીઓ પ્રમાણે પણ શનિવારના દિવસે પીપળાને દીપદાન કરવું. જળ અને તેલ ચઢાવવું. ઉપાસના કરવી તથા પરિક્રમા કરવી શુભ હોય છે. કારણ કે શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજી પીપળાના વૃક્ષના થડમાં નિવાસ કરે છે. જે જાતક પીપળાની સેવા-પૂજા કરે છે તેના પર ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અને શનિદેવ પ્રસન્ન થાય છે. જેને લીધે જાતકના જીવનમાં રહેલા તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ઘિ થાય છે. -પીપળાનું વૃક્ષ ઉછેરવાથી જાતકને જીવનમાં ક્યારેય કોઇ પણ પ્રકારના કષ્ટ સહન કરવા પડતાં નથી. તેનું ઘર ધાન્યના ભંડારથી ભરપૂર રહે છે. પીપળાને દરરોજ જળ ચઢાવવાથી ઘર-પરિવારની સુખ-સમૃદ્ઘિ વધતી જાય છે. પીપળાનું વૃક્ષ મોટું ન થાય ત્યાં સુધી તેની જાળવણી કરવી જોઇએ. તેનાથી આશ્ચર્યજનક લાભ મળે છે. - પીપળાની પરિક્રમા કરવાથી કાલસર્પ દોષ સમાપ્ત થઇ જાય છે. -શનિદેવના કોઇ પણ પ્રકારના અશુભ પ્રભાવને નષ્ટ કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા શુભ ગણાય છે. રવિવારને બાદ કરતાં રોજ પીપળાને જળ ચઢાવવાથી જન્મકુંડળીના ઘણા અશુભ માનવામાં આવતા ગ્રહયોગોનો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે. આ ઉપરાંત પુરાણો અનુસાર પીપળામાં સમસ્ત દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. -જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઇતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું. જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ. અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા-પૂજા કરવી જોઇએ. આગળ વાંચો આયુર્વેદમાં પીપળાનું શું મહત્વ છે.... આયુર્વેદમાં પીપળાનું મહત્વઃ- -આયુર્વેદમાં પણ પીપળાનો પ્રયોગ અનેક ઔષધિના રૂપમાં થાય છે. શ્વાસની તકલીફ દૂર કરવા, રક્ત-પિત્તના દર્દી માટે, ભૂખ વધારવા, ઝેર દૂર કરવા પીપળાનું વૃક્ષ વરદાન સમાન છે. આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી કોગળિયા વગેરે રોગને લીધે થતી ઊલટી બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી દમ મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા ગુમડાં રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ હેડકી, અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.
Posted on: Tue, 27 Jan 2015 05:54:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015