¤ Facebook વાળી નાયિકાનું ગીત - TopicsExpress



          

¤ Facebook વાળી નાયિકાનું ગીત ¤ મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ, Request રોજની એટલી આવે મારું દિલ ખુશીમાં સમાતું. ‘Good Night..!’ Wall પર Post કરું ત્યાં તો નીચે Like થઈ જાતું, ભૂલતાં જો મારાથી Photo મુકાઈ જાય તો Comment વાંચીને મન ગાતું. હું તો વાંચ્યા કરું ને Request મોકલ્યા કરું, મારું યૌવન ના ક્યાંય જોખમાતું, મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ. છોકરાની જાત એને સુજવાનું હોય શું ? મારા પર ‘I Love You’ મોકલ્યું, હું તો ગભરાઈ ગઈ પાછી છોકરીની જાત મેં પેલ્લીવાર ‘Same to you’ મોકલ્યું. એણે તો Video Songs ના ઢગલા કર્યા, મને એમાં ના કંઈ સમજાતું, મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ. સવારના પ્હોરમાં Facebook ખોલી ત્યાં તો આંખો અંજાઈ ગઈ મારી, Photo કેવો સાવ વસ્ત્રો વિનાનો રોમે રોમ વ્યાપી કંપારી. હું તો આંખો મીંચીને કરું સુવાનો ડોળ, જોયેલું દ્રશ્ય ન ભુલાતું, મેં તો ખોલાવ્યું Facebook માં ખાતુ.
Posted on: Fri, 05 Jul 2013 11:42:27 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015