The Planets Takes You To Despair And Suicide ? This is latest - TopicsExpress



          

The Planets Takes You To Despair And Suicide ? This is latest research How to man or woman inspired for suicide by Planet position . Please read it care full and please understand 21 time gold medalist and request also not misuse of it. Request to reader please read it carefully and understand it.............. not be misguide ચેતજો! તમારી કુંડળીના અશુભ ગ્રહો આપઘાત તરફ ન લઈ જાય...................! મનની શક્તિઓ અગાધ છે એટલે જ મન નિરંકુશ છે. મન તમારા તનમાં રહીને જ તમારા તનને હજારો જોજનો દૂર કાલ્પનિક પ્રવાસ કરાવે છે અને જો આ મન અસ્થિર કે ચંચળ બને તો તમારા તનને તાણમાં રાખવાનું કામ પણ મન જ કરે છે. તન પર કુદરતના આશીર્વાદ હોય પણ મન પર જો ગ્રહોનો અભિશાપ હોય તો માનવદેહ એળે જાય. દેહમ જલે રક્ષતું વારાહ સ્થલે રક્ષતું વામન: અટ્વ્યામ નરસિંહ્શ્વ સર્વત: કેશવહ !! અથૉત્ મારા દેહને જળમાં વરાહ ભગવાન રક્ષો, જમીન ઉપર વામન ભગવાન રક્ષો, જંગલમાં નરસિંહ ભગવાન રક્ષો અને સર્વ સ્થળે કેશવ રક્ષણ કરો... ઉપરોકત શ્લોકમાં તનના રક્ષણની વાત છે મનના નહીં. માનવી પાસે તંદુરસ્ત તન હોય, ઢગલો ધન હોય પરંતુ સ્થિર મન ના હોય તો માનવજન્મ નકામો અને વ્યર્થ જાય. સારું તન એ ચાલુ નોકરીએ પેન્શન મળવા બરાબર છે પરંતુ અસ્થિર મન સ્વર્ગમાં અપ્સરાઓ વચ્ચે પણ ટેન્શન કરાવે છે. તનથી અભિમન્યુ હોવ, મનથી શિખંડી હોવ તો દુનિયાના તમામ ભોગવિલાસ શું કામના? કહેવત છે કે મનકા હારા હાર મનકા જીતા જીત. આગળ જાણો મનના ગ્રહ વિશે અન્ય વાતો.... મનની શક્તિઓ અગાધ છે એટલે જ મન નિરંકુશ છે. મન તમારા તનમાં રહીને જ તમારા તનને હજારો જોજનો દૂર કાલ્પનિક પ્રવાસ કરાવે છે અને જો આ મન અસ્થિર કે ચંચળ બને તો તમારા તનને તાણમાં રાખવાનું કામ પણ મન જ કરે છે. તન પર કુદરતના આશીર્વાદ હોય પણ મન પર જો ગ્રહોનો અભિશાપ હોય તો માનવદેહ એળે જાય. કુંડળીના કયા ગ્રહો માનવીના મનને અસ્થિર કરે છે કયા ગ્રહો ધૂની બનાવે છે અને કયા ગ્રહો નિરાશ બનાવી માનવીને આપઘાત જેવા અધમ કૃત્ય તરફ દોરી જાય છે તેની ચર્ચા આજે કરીએ. જન્મકુંડળીમાં ચંદ્ર મન સાથે સંકળાયેલો મહત્વનો ગ્રહ છે અને બુધ માનવીના શરીરમાં જ્ઞાનતંતુઓ(નર્વસ સિસ્ટમ) સાથે સંકળાયેલો ગ્રહ છે. જ્યારે મન એટલે કે ચંદ્ર દૂષિત થાય ત્યારે શરીરની નર્વસ સિસ્ટમ આપોઆપ ખોરવાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર જ્યારે રાહુ સાથે બેસે અગર શનિ સાથે બેસે ત્યારે ચંદ્રનું બળ ઘટે છે. ચંદ્ર સાથે રાહુ બેસે એટલે ગ્રહણ યોગ સર્જાય, આથી મનની શક્તિઓ આપોઆપ ગ્રહાઈ જાય છે. ચંદ્ર સાથે શનિ બેસે એટલે વિષયોગનો ઉદભવ થાય છે અલબત્ત, આ યોગ જાતકને પ્રસિદ્ધિના શિખરે બેસાડે છે પરંતુ માનસિક ત્રાસ, પરેશાનીઓ એટલી બધી આપે છે કે જાતક આપઘાતી વલણ તરફ વળી જાય છે. ચંદ્ર દૂષિત થવાથી જાતક ટેન્શનમાં આવે, ધૂની કે ગાંડો થાય તે બાબત અતિ ચવાયેલી અને સામાન્ય જ્યોતિષિક ઘટના કહેવાય, પરંતુ સામાન્ય શાસ્ત્રને આસમાની અસામાન્યતા બક્ષવી એ આપણી રુચિ, રસ અને શાસ્ત્ર માટેની લાગણી અદમ્ય સ્નેહનો વિષય છે. દરેક ક્ષેત્રમાં શોધ સંશોધન જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. જાતકને ધૂન, ગાંડપણ, નિરાશા અને આપઘાતી વલણ તરફ લઈ જતાં ગ્રહયોગમાં એક નવું સંશોધન અમારા હાથ લાગ્યું છે. અસંખ્ય કુંડળીના નિરીક્ષણ પછી અમે એવા તારણ પર આવ્યા છીએ કે જન્મકુંડળીમાં જ્યારે ચંદ્ર અને બુધ પ્રતિયુતિમાં હોય ત્યારે કોઈ પણ જાતક જીવનમાં એકવાર ભયાનક માનસિક ટેન્શનમાં આવે છે. આ ટેન્શન જાતકને ગાંડો બનાવે અગર નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલે છે અથવા આપઘાત કરવાની અંતિમ પ્રેરણા આપે છે. અહીં તમારા અભ્યાસ અને પુરાવા માટે નમૂના સ્વરૂપ કુંડળીઓ મૂકી છે. જાતકનો જન્મ એપ્રિલ ૧૯૫૪ની સાલમાં થયો છે. મકર લગ્નની કુંડળીમાં ત્રીજે મીન રાશિનો બુધ, ચોથે ઉચ્ચનો સૂર્ય અને સાથે શુક્ર મેષ રાશિમાં છે. પાંચમે વૃષભ રાશિનો ગુરુ, છઠ્ઠે મિથુનમાં કેતુ, નવમે કન્યાનો ચંદ્ર, દસમે ઉચ્ચનો શનિ, બારમે ધનનો મંગળ અને રાહુ બિરાજમાન છે. ભાઈશ્રી બાળપણથી જ અતિ વિચારશીલ અને ધૂની પ્રકૃતિના, રાઈનો પહાડ બનાવવો એ તેમની આદત. અચાનક એક દિવસ શૂન્ય અને મૂઢ બની ગયા. કાં તો તેઓ ચૂપ રહે અગર અચાનક જ રડવા લાગે. અત્યારે સુધીમાં ફાકડે ફાકડા ઊંઘની ગોળીઓ ખાઈને અગણિત આપઘાતના પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખત કુદરતે તેમને બચાવી લીધા. આજની તારીખમાં સાવ ગાંડા જેવું જીવન જીવે છે. કુટુંબીજનો તેમનાથી કંટાળ્યા છે. કુંડળી પર નજર કરો મીન (નીચ અને અસ્ત) રાશિના બુધ પર કન્યાના ચંદ્રની દ્રષ્ટિ છે. કુંડળીમાં બુધ બળવિહીન છે અને ચંદ્ર અતિ સેન્સેટિવ સ્થિતિમાં છે. બુધ અને ચંદ્રની પ્રતિયુતિએ આ ભાઈના હાલહવાલ ખરાબ કરી નાખ્યા છે. અત્યારે તેઓ માનસિક અસ્થિરતા અને ગાંડપણની અવસ્થામાં પોતાના દિવસો પસાર કરે છે ચંદ્ર અને બુધની પ્રતિયુતિનો હજુ એક કરુણ અને દારુણ કિસ્સો અહીં મૂક્યો છે. આ બહેનનો જન્મ ફેબ્રુઆરી ૧૯૫૫માં થયો છે. બહેનની આખી કુંડળી અહીં મૂકી છે. ગ્રહ સ્થિતિનું નિરીક્ષણ કરો. મકર લગ્નમાં બીજે કુંભનો બુધ અને આઠમે મૃત્યુ સ્થાનમાં સિંહનો ચંદ્ર છે. ચંદ્ર બુધની પ્રતિયુતિએ તેમના માનસિક હાલહવાલ ખરાબ કરી નાખ્યા છે. ગુસ્સે થાય તો ગાળોનો વરસાદ, ખુશ થાય તો તાળીઓનો ગડગડાટ અને અને ક્યારેક સાવ જ કારણ વગર ખડાખડાટ હસે. ગાડીના પાટા ઉપર સૂઈ જઈ અત્યાર સુધીમાં ચાર વાર આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ કુટુંબના કમનસીબે અને પોતાના સદનસીબે હજુ તેઓ જીવે છે અને બાકીના વગર મોતે મરે છે. ટૂંકમાં આવો છે ચંદ્ર બુધની પ્રતિયુતિનો બેહાલ કમાલ. મોતના કિનારે લઈ જતાં પહેલાં માનસિક રીતે હજાર વાર મારે તેનું નામ ચંદ્ર બુધની પ્રતિયુતિ.
Posted on: Thu, 30 Jan 2014 11:42:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015