The Secret રહસ્ય - રોન્ડા - TopicsExpress



          

The Secret રહસ્ય - રોન્ડા બર્ન મહાન રહસ્યના અંશ રોજિંદા વ્યવહારોમાં, સાહિત્યમાં તથા ધર્મ અને તત્વજ્ઞાનમાં સદીઓથી મળતા આવ્યા છે. પ્રથમ વાર એ રહસ્યના છૂટા છૂટા અંશો એક થઈને અસાધારણરૂપે પ્રગટ થઇ રહ્યા છે, તેનો અનુભવ જે લેશે તેનું જીવન બદલાઈ જશે. ધન, સ્વાસ્થ્ય, સંબંધો, સુખ તથા જીવનની રોજિંદી ઘટમાળમાં એ રહસ્યનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. તમારી અંદરની અજાણ તથા અકબંધ શક્તિના ખજાનાનો તમને પરિચય થશે. જે તમારા જીવનની દરેક બાજુને આનંદમય બનાવશે. આધુનિક સમયના શિક્ષકોએ, પુરુષો તથા સ્ત્રીઓએ આ રહસ્યનો ઉપયોગ સ્વાસ્થ્ય, સુખ તથા સંપતિ મેળવવામાં કર્યો છે. રહસ્યનું આ જ્ઞાન તેમને રોગમાંથી મુક્તિ મેળવવામાં, અઢળક સંપતિ પ્રાપ્ત કરવામાં તથા અવરોધો ઓળંગવામાં એટલે કે જે કંઈ અસંભવ જણાતું હતું તે મેળવવામાં કેવી રીતે ઉપયોગી થયું તેની રોમાંચક વાતો અહીં જાણવા મળશે. યુગો યુગોથી ચાલી આવેલું, ઈચ્છેલું, સંતાયેલું, ખોવાયેલું, ચોરાયેલું અને અઢળક રકમ થકી ખરીદાયેલું, સદીઓ પુરાણું રહસ્ય જે ઇતિહાસના મહાનુભાવો જેવા કે પ્લેટો, ગેલિલિયો, બિથોવન, એડીસન, કાર્નેગી, આઈન્સટાઇન જેવા અનેક શોધકો, ધર્મશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો તથા ચિંતકોએ સમજ્યું હતું તે હવે જગત સામે પ્રગટ થઇ રહ્યું છે. તમે જેવું આ રહસ્ય જાણશો એટલે તમે જે ઈચ્છો છો, જે થવા માંગો છો તથા જે કરવા ધારો છો તે બધું તમને મળશે. તમે કોણ છો તે તમે જાણી શકશો. જે ખરેખર ભવ્ય છે તે તમે પામી શકશો dhoomkharidi/books/the-secret-book-in-gujarati-translated-detail
Posted on: Tue, 29 Jul 2014 09:30:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015