Urvish Kothari (Author & Columnist in Gujarat Samachar) about aap - TopicsExpress



          

Urvish Kothari (Author & Columnist in Gujarat Samachar) about aap ki adaalat of Rajat Sharma with reference to recent interview of Narendra Modi... રજત શર્માની અદાલત લગભગ દોઢ-બે દાયકા પહેલાં શરૂ થઇ ત્યારે હું બહુ ભાવથી અને કંઇક નવાઇથી જોતો હતો. આપકી અદાલતનું નવું સ્વરૂપ ગમતું હતું. ખાસ તો જાહેર વ્યક્તિઓને જે જવાબ આપવા પડે એ સ્થિતિ ગમતી હતી. એ વખતે રજત શર્માની અગાઉની એક ઓળખાણ એવી હતી કે પ્રિતીશ નાંદીએ ઇલસ્ટ્રેટેડ વિકલીમાં ચંદ્રાસ્વામીનો ખતરનાક ઇન્ટરવ્યુ કર્યો, તે રજતે ગોઠવી આપ્યો હતો. (રજત ત્યારે ઓનલૂકરમાં હતા અને સંભવતઃ ગોઠવી આપવાનાં કામ એ વખતથી જ તેમને ફાવતાં હતાં) પછી એક વાર મુંબઇના ઉત્સાહી કમિશનર જી.આર.ખૈરનાર અને શરદ પવાર વચ્ચેનો વિવાદ વકર્યો. પવાર એ વખતે પણ એવા જ હતા, જેવા આજે છે. ભ્રષ્ટ અને ખલ. (વધુ વિગતો માટે વાંચોઃ વિનોદ મહેતાની આત્મકથા લખનૌ બોય) મને હતું કે આપકી અદાલતમાં રજત શરદ પવારનાં છોંતરાં કાઢી નાખશે. એને બદલે થયું ઉલટું. રજતે ઘણીખરી બાબતોમાં સાચકલા એવા ખૈરનારને સાવ વાહિયાત મુદ્દા પર ભીંસમાં લીધા અને શરદ પવારને સરેઆમ ઉજળા દેખાવાની ભરપૂર તક આપી અને તેમને લગભગ સાચકલા ઠેરવી દીધા. ત્યારથી રજત શર્માને ગંભીરતાથી લેવાનું બંધ કર્યું હતું. એમના વહીવટો વિશે ત્યારથી જ મનમાં કોઇ શંકા રહી નથી. એટલે મોદીનો ઇન્ટરવ્યુ કેવો હશે, એ વિશે મનમાં ચટપટી તો ઠીક, જિજ્ઞાસા સુદ્ધાં ન હતી. ખરેખર તો રજત શર્માનો આભાર માનવો જોઇએ કે એમણે મને નિરાશ ન કર્યો.
Posted on: Sun, 13 Apr 2014 07:27:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015