Vastu Tips For Bathroom In Gujarati મહિનામાં - TopicsExpress



          

Vastu Tips For Bathroom In Gujarati મહિનામાં એકવાર બાથરૂમમાં રાખો 1 વાટકી મીઠું, આવકના રસ્તા ખુલશે શું તમે જાણો છે કે ઘરના રૂમમાં, હોલમાં, રસોઈની સાથે જ બાથરૂમમાં પણ તમારી આર્થિક સ્થિતિ અસર કરતી હોય છે. વાસ્તુ પ્રમાણે ઘરની સ્થિતિ અને ઘરમાં રાખેલી દરેક વસ્તુનો અલગ-અલગ પ્રભાવ હોય છે, જેની અસર ત્યાં રહેનવાર લોકો ઉપર પડે છે. આથી ઘરમાં વાસ્તુ પ્રમાણે બતાવેલ ઉપાયો ચોક્કસ કરવા જોઈએ. અહીં જાણો બાથરૂમ સાથે જોડાયેલી કેટલાક ખાસ ઉપાયો, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે અને ઘરના વાતાવરણને સકારાત્મક બનાવી શકે છે. બાથરૂમમાં રાખો આખુ મીઠું જો તમે પોતાના બાથરૂમમાં એક કટોરીમાં આખું મીઠું રાખશો તો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ નહીં થાય. કટોરીમાં રાખવામાં આવેલ મીઠું એકવાર બદલી દેવું જોઈએ. આખુ મીઠું તમારા ઘરની નકારાત્મક ઊર્જાને ગ્રહણ કરી લે છે અને વાતાવરણને સકારાત્મક બતાવે છે. વિચારો સકારાત્મક થાય છે અને ધન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે. બાથરૂમમાં નળથી પાણી ટપકતા રહેવુઃ- જો કોઈ વ્યક્તિના ઘરમાં બાથરૂમનો નળ કે કોઈ અન્ય સ્થાનેથી નળ લગાતાર ટપકી રહ્યો હોય તો તે નાની વાત નથી, વાસ્તુમાં તેને ગંભીર દોષ માનવામાં આવે છે. એવું થાય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. એવું થાય તો ધનનો અપવ્યય થતો રહે છે. અને રૂપિયાની તંગી ચાલતી રહે છે. આથી નળથી પાણી ટપકવાનું બંધ કરાવવું જોઈએ. વાસ્તુ પ્રમાણે જે ઘરમાં સકારાત્મક ઊર્જા વધુ સક્રિયા થશે, ત્યાં રહેનાર લોકોને ક્યારેય પણ પરેશાનીઓનો સામનો કરવો નથી પડતો. જો નકારાત્મક શક્તિઓ વધુ પ્રભાવી થશે તો ચોક્કસ પણે ઘરમાં પરેશાનીઓ વધતી રહેશે. આગળ જાણો બાથરૂમ સાથે જોડાયેલી કેટલીક બીજી વસ્તુ અને વાસ્તુ ઉપાય.... દર્પણનું ધ્યાન રાખોઃ- જો તમારા બાથરૂમમાં દર્પણ લાગેલો રહેતો હોયતો એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે દર્પણ દરવાજાની ઠીક સામે ન હોય. વાસ્તુ પ્રમાણે જ્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય, ત્યારે-ત્યારે ઘરની નકારાત્મક ઊર્જા બાથરૂમમાં પ્રેવશ કરે છે. એવી વખતે જો દરવાજાની ઠીક સામે અરીસો હશે તો તે દર્પણથી ટકરાઈને નકારાત્મક ઊર્જા ફરીથી ઘરમાં પ્રવેશી જશે. સાફ સફાઈનું રાખો ધ્યાનઃ- 2-3 દિવસમાં ઓછામાં ઓછા એકવાર બાથરૂમ પૂરી રીતે સાફ કરવો જોઈએ. બાથરૂમ જો એકદમ સાફ રહેશે તો તેની શુભ અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડશે. સાફ-સફાઈ વાળા ઘરોમાં દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. રૂમમાં અને બાથરૂમની વચ્ચે ઊંચી ઉબરો કે દિવાલ ચોક્કસ બનાવડાવોઃ- આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બાથરૂમ અને રૂમના ફર્શનની વચ્ચે થોડુ અંતર હોય. બાથરૂમ અને રૂમના ફર્શની વચ્ચે અંતર બનાવવા માટે થોડી ઊંચો ઊબરો બનાવવો જોઈએ. જ્યારે બાથરૂમના દરવાજા બંદ રહેશે તો ઊબરાને કારણે દરવાજો નીચેથી નકારાત્મક ઊર્જા રૂમમાં પ્રવેશવા નહીં દે. બાથરૂમમાં રાખો વાદળી રંગની બાલ્ટીઃ- વાસ્તુ પ્રમામે બાથરૂમમાં વાદળી રંગની બાલ્ટી રાખવાનું શુભ માનવામાં આવે છે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે બાથરૂમમાં રાખવામાં આવેલ બાલ્દી-ડોલ હંમેશા સાફ પાણીથી ભરેલી રાખવી જોઈએ. એમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
Posted on: Fri, 07 Nov 2014 11:18:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015