Well Done Men In Blue Indian cricket team આજે New Zealand - TopicsExpress



          

Well Done Men In Blue Indian cricket team આજે New Zealand સામેની પહેલી ટેસ્ટ હારી ગઈ - 40 રનથી . અમુક લોકો હવે દેવદાસ છાપ સ્ટેટસ અને ટ્વિટ્સના પોદળા કરશે કે આપણી ટીમ ખાલી હોમ ગ્રાઉંડ પર જ શેર બને છે , વિદેશમાં તો ફ્લૅટ પિચ પર બકરી ડબ્બામાં આવી જાય છે વગેરા વગેરા વગેરા . okay . ચાલો માની લીધું કે એવું થાય પણ છે . પણ જો આજેય તમારે આ જ બોલવાનું હોય તો હું માની લઇશ કે તમને કમળો થયો છે - એટલે બધું પીળું જ દેખાય છે . ભલે Indian team હારી ગઈ , પણ કેવી રીતે હારી એ જોયું તમે ? 400 કરતાં વધારે રન લાસ્ટ ઇનિંગમાં કરવાના હતા , ટેસ્ટના ચોથા દિવસે , અને હાર્યા 40 રનથી . એ પહેલાં New Zealand ને બીજી ઇનિંગમાં All Out કર્યું ફક્ત 105 રનમાં .. હા , જે બોલર્સ પર આપણે જોક બનાવતા હોઈએ છે એમણે જ તો ! તો, ખરાબ રમે ત્યારે ધોકો લઈને તૂટી પડતાં આપણે લોકો, એ સારું રમે ત્યારે દિલ ખોલીને તારીફ પણ ના કરી શકીએ ? શું મહત્વ ખાલી હારજીતનું જ છે ? વિપરીત પરિસ્થિતિઓમાં હથિયાર હેઠાં મૂક્યા વગર જિંદાદિલીથી લડી લેનારની પીઠ થાબડવામાં પણ પૈસા લાગે ? હાર નક્કી હોય ત્યારે ય હોશલો બુલંદ રાખીને સામેવાળાની જીતને મુશ્કેલ બનાવી દેવાની ખુમારીને ય સલામ જ મારવાની હોય ! પણ પાનના ગલ્લે મોઢામાં મસાલો ભરીને જ્યાં ત્યાં થૂંકીને ગંદકી કરવા સિવાય બીજું કઈ નવું ના શીખેલા લોકોને આ નહિ સમજાય ! દરેક વખતે ભૂલો જ શોધીને પંચાત કરતી આ પ્રજાને એટલું જ કહેવાનું કે - ભાઈ , તારા કરતાં સારું રમતો હશે એટલે જ એ ત્યાં જઈને પિચ પર ઊભો છે અને તું અહી ઊભો ગંદકી કરે છે ! તને વધારે આવડતું હોય તો તું જ જા ને ! Brett Lee કે Shoaib Akhtar જેવાએ ફેંકેલો એક બોલ પણ સામે આવી જાય તો ય તું બે મહિના સોસાયટી ની બહાર ના નીકળે, એની તો વાત કરતો નથી ! તો ગુરુ દ્રોણ બનવા શેનો નીકળ્યો છે ?? વાત ફક્ત એટલી જ કે ભલે આજે હારી ગ્યા , પણ આજે મારે શાબાશી દેવી છે ખેલાડીઓને ... ગમ્યું ભાઈ , તમે જે રીતે ટક્કર લીધી એ ગમ્યું મને ! પરિણામ ગૌણ છે , જિંદાદિલી મહત્વની છે ! Very Well Done !!! જિંદગી જિંદાદિલી કા નામ હૈ , મુર્દાદિલ ક્યા ખાક જીયા કરતે હૈ ??
Posted on: Sun, 09 Feb 2014 05:28:01 +0000

Trending Topics




Supreme Wealth Alliance (SWA) TRIVIA: JANUARY 28,2012 - It is
Elegant Lighting 2016D24C/RC Royal Cut Clear Crystal St. Francis

Recently Viewed Topics




© 2015