invention And Miracle Of Ancient Sage And Rishi આકાશ - TopicsExpress



          

invention And Miracle Of Ancient Sage And Rishi આકાશ આંબતી ટેક્નોલોજીને સદીઓ પહેલાં, આ ઋષિઓએ શોધી હતી ! ટી.વી, મોબાઇલ, કાર અથવા વિજ્ઞાન સાથે જોડાયેલ કોઇપણ આવિસ્કાર હોય. વર્તમાન સમયમાં વિજ્ઞાન વિના આપણે આપણા જીવનની કલ્પના જ નથી કરી શકતા. વિજ્ઞાનની આ ભૂમિકા આજથી નહી સદિઓથી ચાલી આવી છે. ખોદ-કામમાં મળી આવેલ હડપ્પા અને મોહનજોદડોં જેવા સુવ્યવસ્થિત નગર હોય કે રામાયણમાં મળી આવેલા પુષ્પક વિમાન જેવા આવિસ્કારનું વર્ણન તો એ જ દર્શાવે છે. ઋષિ મુનિઓએ ઘોર તપ, કર્મ, ઉપાસના, સંયમથી વેદોમાં છુપાયેલ આ ગૂઢ જ્ઞાનથી કુદરતનાં ઘણા રહશ્યોની શોધ કરી લીધી હતી. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, થોડા એવા જ ઋષિઓની વિશે જેમણે ઘણા આવા આવિષ્કાર કર્યા હતા જેને આપણે આજે આધુનિક વિજ્ઞાનની શોધ માનીએ છીએ. ભાસ્કરાચાર્ય- આધુનિક યુગમાં ધરતીની ગુરૂત્વાકર્ષમ શક્તિ (પદાર્થોને પોતાની તરફ ખેચવાની શક્તિ)ની શોધનો શ્રેય ન્યૂટનને આપવામાં આ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, ગુરૂત્વાકર્ષઁણનું રહશ્ય ન્યૂટનથી પણ ઘણા વર્ષો પહેલાં ભાસ્કરાચાર્યજીએ કરી લીધું હતું. ભાસ્કરાચાર્યજીએ પોતાના સિદ્ધાંતશિરામણિ ગ્રંથમાં પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના વિષયે લખ્યું હતું કે, પૃથ્વી આકાશીય પદાર્થને વિશિષ્ટ શક્તિથી પોતાની તરફ ખેચે છે. આ જ કારણે આકાશીય પદાર્થ પૃથ્વી પર પડે છે. આગળ જાણો અન્ય મુનિઓ અને તેમના આવિસ્કારો વિશેની રોચક જાણકારીઓ... ઋષિ ભારદ્વાજ- આધુનિક વિજ્ઞાનના મુજબ રાઇટ ભાઇઓએ વાયુયાનનો આવિસ્કાર કર્યો હતો. ત્યાં જ હિન્દુ ધર્મની માન્યતાઓના મુજબ સદિઓ પહેલા જ ઋષિ ભારદ્વાજે વિમાનશાસ્ત્રના પ્રમાણે વાયુયાનને અદ્રશ્ય કરવાના અસાધરાણ વિચારને લઇને, એક ગ્રહથી બીજા ગ્રહ અને એક દુનિયાથી બીજી દુનિયામાં લઇ જવાની શોધ કરી લીધી હતી. આ માટે જ ધર્મ ગ્રંથને મુજબ ઋષિ ભારદ્વાજને વાયુયાનના શોધક માનવામાં આવે છે. ગર્ગમુનિ- ગર્ગ મુનિ નક્ષત્રોના શોધક માનવામાં આવે છે. આ ગર્ગમુનિ જ હતા, જેમણે શ્રીકૃષ્ણ અને અર્જુનની વિશે નક્ષત્ર વિજ્ઞાનના મુજબ જે પણ કહ્યું તે બધુ જ સત્ય સાબિત થયું. કૌરવો-પાંડવોની વચ્ચે મહાભારત યુદ્ધ વિનાશક જ રહ્યું. તેની પાછળ આ જ કારણ હતુ કે, યુદ્ધના પહેલાં સપ્તાહમાં તિથિ ક્ષય હોવાને કારણે તેર દિવસ સુધી અમાસ હતી. તેના બીજા સપ્તાહમાં તિથિ જ ક્ષય હતી. પૂનમ ચૌદમાં દિવસે આવી ગઇ અને તે દિવસે ચંદ્રગ્રહણ હતું. તિથિ-નક્ષત્રોની આ સ્થિતિ અને પરિણામો મુનિજીએ પહેલા જ જણાવી દીધા હતા. ઋષિ વિશ્વામિત્ર- ઋષિ બનતા પહેલા વિશ્વામિત્ર ક્ષત્રિય હતા. ઋષિ વશિષ્ઠથી કામધેનું ગાયને મેળવવા માટે યુદ્ધમાં મળેલી હાર પછી તે તપસ્વી બની ગયા. વિશ્વામિત્રે ભગવાન શિવ પાસેથી અસ્ત્ર વિદ્યાનો પાઠ મેળવ્યો. વિશ્વામિત્રે જ પ્રક્ષોપાસ્ત્ર એટલે કે મિસાઇલ પ્રણાલીની હજારો વર્ષ પહેલા શોધ કરી લીધી હતી. ઋષિ વિશ્વામિત્ર જ બ્રહ્મ ગાયત્રી મંત્રનું ઉદાહરણ માનવામાં આવે છે. વિશ્વામિત્રનું અપ્સરા મેનકા પર મોહિત થઇને તપસ્યાનું ભંગ થવું પણ ઘણું પ્રસિદ્ધ છે. શરીર સહિત ત્રિશંકુને સ્વર્ગમાં મોકવાનો ચમત્કાર પણ વિશ્વામિત્રની તપસ્યાથી જ કરી બતાવ્યું હતું. મહર્ષિ સુશ્રુત- શસ્ત્રચિકિત્સા વિજ્ઞાન એટલે કે સર્જરીના દાતા અને દુનિયાના પહેલા સર્જન મહર્ષિ સુશ્રુતને જ માનવામાં આવે છે. તે શલ્યકર્મ એટલે કે ઓપરેશનમાં શ્રેષ્ઠ હતા. મહર્ષિ સુશ્રુત દ્વારા લખાયેલ સુશ્રુતસંહિતા ગ્રંથમાં શલ્ય ચિકિત્સાની વિશે ઘણા મુખ્ય ઉપાયો વિસ્તારમાં જણાવવામાં આવ્યા છે. જેમાં સોઇ, છરી અને ચીપીયા જેવા લગભગ 125થી પણ વધારે શલ્યચિકિત્સામાં જરૂરી સાધનોના નામ અને 300 જેટલી શસ્ત્રચિકિત્સાઓ અને તેની પહેલા કરવામાં આવતી તૈયારીઓ વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે આધુનિક વિજ્ઞાનમાં શલ્ય ક્રિયાની શોધ લગભગ ચાર સદી પહેલાં જ કરી છે. એવું માનવામાં આવે છે કે, મહર્ષ સુશ્રુત મોતિયા, પથરી, હાડકીનું ટૂટવું જેવી તકલીફોનાં ઉપચાર માટે ઓપરેશન કરવામાં શ્રેષ્ઠ હતાં. આ સાથે જ તેઓ ત્વચા બદલવાની ક્રિયામાં પણ માહેર હતાં. આચાર્ય ચરક- ચરકસંહિતા જેવા મહત્વપૂર્ણ આયુર્વેદ ગ્રંથ રચનાર આચાર્ય ચરક આયુર્વેદના જાણકાર અને ત્વચાના ચિકિત્સક પણ જણાવવામાં આવ્યા છે. આચાર્ય ચરકે શરીરવિજ્ઞાન, ગર્ભવિજ્ઞાન અને ઔષધિય વિજ્ઞાન વિશે ઘણી ખોજ કરી છે. આજના સમયમાં સૌથી વધારે થતી બિમારીઓ જેવી કે ડાયાબિટીસ , હ્રદય રોગ, અને ક્ષયના રોગના ઇલાજ અને તેના નિદાનની જાણકારી વર્ષો પહેલાં જ ઉજાગર કરી દીધી હતી. પતંજલિ- આધુનિક સમયમાં ખતરનાક બીમારીઓમાં એક છે કેન્સર. આજે તેનો ઉપચાર સંભવ છે, પરંતુ ઘણા વર્ષો પહેલાં જ ઋષિ પતંજલિએ કેન્સરને પણ રોકવાના યોગશાસ્ત્ર રચીને જણાવ્યુ હતુ કે યોગથી કેન્સરનો પણ ઉપચાર સંભવ છે. બૌદ્ધયન- ભારતીય ત્રિકોણમિતિજ્ઞના રૂપમાં જાણવામાં આવે છે. ઘણા વર્ષો પહેલાં જ આકાર-પ્રકારની યજ્ઞવેદો બનાવવાની ત્રિકોણમિતિય રચન-પદ્ધિતિ બૌદ્ધયને શોધી લીધી હતી. બે સમકોણ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો યોગ કરવાથી જે સંખ્યા આવશે. તેટલા જ ક્ષેત્રફળનો સમકોણ સમબાજુ ચતુષ્કોણ બનાવવો અને તે આકૃતિનો તેનૈ ક્ષેત્રફળને સમાન વૃતમાં બદલવું, આ રીતના ઘણા મુશ્કેલ સવાલોનો જવાબ બૌદ્ધયને સરળ કરી બતાવ્યું હતું. આચાર્ય કણાદ- ગ્રંથોને મુજબ કણાદ પરમાણુની શોધના જનક માનવામાં આવે છે. જ્યારે આધુનિક વિજ્ઞાનનાં મુજબ અણુ વિજ્ઞાની જૉન ડાલ્ટનને પણ હજારો વર્ષ પહેલા મહર્ષિ કણાદે દ્રવ્યના પરમાણુંની શોધ કરી હતી. તેમના અનાસક્ત જીવનની વિશે આ રોચક માન્યતા છે કે, તેઓ કોઇ પણ કામ માટે બહાર જતા ત્યારે ઘરે પરત થતી સમયે રસ્તામાં પડેલી વસ્તુઓ અથવા અન્નના કણોને ભેગા કરીને પોતાનું જીવન વ્યતીત કરતા હતા. આ માટે જ તેમનું નામ કણાદ પણ ખૂબ જ પ્રસિદ્ધ થયું.
Posted on: Thu, 04 Sep 2014 13:16:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015