please note my brother and friend government job and - TopicsExpress



          

please note my brother and friend government job and salary........... ગુજરાતના કર્મચારીઓ પર સરકાર વરસે તેવા સંકેતઃ ૬૦ વર્ષની નિવૃત્તિ વયમર્યાદા અને પગાર ભથ્‍થા સહિતના પ્રશ્નો ઉકેલના આરે રાજકોટ તા. ૪: ગુજરાત સરકાર અને કર્મચારી સંગઠ્ઠનોના આગેવાનો વચ્‍ચે આજે ગાંધીનગરમાં કર્મચારીઓના પ્રશ્ને નિર્ણાયક બેઠક યોજાયેલ હોવાનું જાણવા મળે છે. અગાઉ રજૂ થયેલા પ્રશ્નો સંસદની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે ઉકેલાવાના એંધાણ છે. કર્મચારીઓએ નિવૃત્તિ વયમર્યાદા ૫૮ના બદલે ૨ વર્ષ વધારી ૬૦ વર્ષ કરવા રજૂઆત કરેલ, તેને સરકાર તરફથી હકારાત્‍મક પ્રતિભાવ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત છઠ્ઠા પગાર પંચ મુજબના પૂરતા પગાર ભથ્‍થા અને કર્મચારીઓના પ્રશ્નોને લઇને નીતિમાં કેટલાક ફેરફારો અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ. એક-બે દિવસમાં જ સરકાર કર્મચારીઓ માટે ખુશાલીના સમાચાર આપે તેવી સંભાવના છે.
Posted on: Wed, 05 Mar 2014 11:39:41 +0000

Recently Viewed Topics




© 2015