અચૂક વાંચજો, દિલ હશે તો - TopicsExpress



          

અચૂક વાંચજો, દિલ હશે તો આંખ ભરાઈ આવશે! =========================== લગ્નનાં 18 વર્ષ પછી એક પત્નીએ એનાં પતિ માટે બહુ જ ખરાબ જમવાનું બનાવ્યું, શાક કાચું રહી ગ્યું હતું, રોટલી બળી ગઇ હતી, દાળમાં મીઠું અને મરચું વધારે હતું, સલાડમાં ય મીઠું ઓછું ન હોતું. ડિનર ટેબલ ઉપર પતિ બિલકુલ શાંત હતો અને ચુપચાપ જમી લીધું, પત્ની વાત પામી ગઇ હતી અને દુખી મનથી રસોડામાં વાસણ ભેગાં કરીને મૂકી રહી હતી, ત્યાં જ પતિ આવ્યો અને તેનાં માથા પર ચુમ્મી ભરી ! પત્નીએ આશ્ચર્ય સાથે પતિને પૂછ્યું કે મારાથી આજે બધું જમવાનું બગડી ગયું તો પણ તમે ગુસ્સે થવાને બદલે મારા માથા પર પ્રેમથી કિસ કેમ કરી ? પતિએ કિધું કે તારાં આજનાં જમવાં નાં સ્વાદે મને લગ્ન પછીનાં પહેલાં દિવસે તે બનાવેલાં ભોજનનો સ્વાદ યાદ કરાવી દિધો, તો મેં વિચાર્યું કે કેમ ના, આજે 18 વર્ષ પછી તને ફરીથી એમ જ નવી દુલ્હન જેમ ટ્રીટ કરું!! આ સાંભળીને પત્નીની આંખમાં આસું આવી ગ્યાં અને તેનાં પતિ ને ભેટી પડી !! બહિ જ ભાવુક દ્રશ્ય થઇ ગયું! મિત્રો, એની પાસે ગુસ્સે થવાનું તો કારણ હતું જ, છતાં ય એને પ્રેમ બતાવ્યો અને વાતને પોઝીટીવલી જોઇ, આને સાચો સંબંધ / સાચો પ્રેમ કહેવાય...! આજ છે સંસારને સુખી કરવાનું રહસ્ય !
Posted on: Mon, 25 Nov 2013 16:16:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015