અમારી બીજી કોઈ શાખા નથી.-- - TopicsExpress



          

અમારી બીજી કોઈ શાખા નથી.-- આવું જાહેર કરવાના આનંદ કરતા અમારી બીજી બ્રાંચ- હવે આ સરનામે પણ! -- કહેવાનો આનંદ વિશેષ થાય. ;) પહેલી કોલમ મોટા અખબારમાં. અને હવે પહેલી સામાયિકી કોલમ પણ મોટા જ મેગેઝીનમાં, માટે વધુ ખુશી. એ પણ ફીલિંગ્સના રેગ્યુલર અંકમાં નહિ પણ દળદાર કલેકટર ઇસ્યુમાં મારી પહેલી રીપોર્ટીંગ સ્ટોરી કમ લેખ. બીજી બ્રાંચ વ્યવસ્થિત જ ખુલી છે પણ એના પ્રો. એટલે કે મારા આળસુ સ્વભાવને કારણે મારું લખાણ ફીલિંગ્સના દરેક અંકમાં નિયમિત અત્યારે તો નહિ, પણ આવા સ્પેશીયલ ઇસ્યુ, વિશેષાંક/મહાવિશેષાંકમાં અચૂકપણે હશે. ભવિષ્યમાં નિયમિત આપતો થઈશ ત્યારે જણાવીશ. Many thanks to Vijay Rohit and heartiest love and thanks to Hetal Didi. :) ------------------------------------------------------------------------------------- પહેલી વાત મારા ધાર્યા કરતા ઘણો સારો આ સંગીત વિશેષાંક છે. કવર પેજ પર જ મહાવિશેષાંક લખ્યું છે, એ અંદર ખાલી પાનાં ઉથલાવતાં જ માલુમ પડે કે તે શબ્દપ્રયોગ અતિશયોક્તિ નથી. બીજી વાત આપણે હિન્દી ફિલ્મ્સને ભલે વધુ માન આપતા હોઈએ, ગુજરાતી સંગીતને તો આપણે એટલો અન્યાય કર્યો નથી. ગઝલ, લોકગીતો, સનેડો, ભજનો- ઇન શોર્ટ, ગુજરાતી સંગીતથી ફેમેલીઅર ન હોય એવું ભાગ્યે જ કોઈ મળે. ગુજરાતી સંગીત વિષે થરો નહિ તો કઈ નહિ, એટ લીસ્ટ બેઝીક જાણકારી અને પ્રવર્તમાન પ્રવાહો બાબત ખ્યાલ હોય એ મને જરૂરી લાગે છે. અને ફીલિંગ્સના આ સ્પેશીયલ ઇસ્યુમાં ૨૦૦થી વધારે પાનાંમાં ગુજરાતી સંગીત વિષયક ઠાંસી ઠાંસીને માહિતી આપી છે. ગુજરાતી સંગીતના દરેક પ્રકાર (શાસ્ત્રીય-સુગમ-લોક-ફિલ્મી-ભક્તિ-કીર્તન-ગરબા-આદિવાસી-રીમીક્સ), નામાંકિત સાંગીતિક સંસ્થાઓ, જીવંત સંગીત તજજ્ઞો, ટેલેન્ટેડ ગુજરાતી નવોદિતો, ગઝલો, પ્રખ્યાત-ક્લાસિક ગીતોના લીરીક્સ, ઇન્ટરવ્યુઝ, સ્વર્ગસ્થ મહાન લીજેન્ડ્સ .... and what not?! -- પહેલાં પાનથી છેલ્લા પાન સુધી ગુજરાતી સંગીત વિષે અઢળક ખજાનો દાબી-દાબીને ભર્યો છે. મિત્રો પાસે ચોખવટ કરવાની જરૂર ન લાગતી હોવા છતાં કરી દઉ કે મારો લેખ આ મહાવિશેષાંકમાં છે એટલે અહી આ અંકની પ્રશંસા થઇ રહી છે એવું નથી, ગુજરાતી સંગીત ઉપર આટલો જાડો અંક તૈયાર થઇ શકે એ જ મારા માટે નવાઈની વાત છે. ગુજરાતી સામયિકોમાં આટલી નિષ્ઠાથી કામ થઇ રહ્યું છે એ જોઈને તમને પણ સાનંદાશ્ચર્ય ન થાય તો કહેજો. બાકી તમે જ કહો, તમે ક્યારેય ૧૨૦ રૂપિયાનું પખવાડીક ગુજરાતી મેગેઝીન વેચાતું જોયું છે? મેં તો આજ સુધી નહિ જોયું. વસાવવા જેવું છે બાપુ. Thanks once again. Get yourself engulfed in the world of Music. :)
Posted on: Thu, 18 Sep 2014 09:11:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015