આજે ય સોમવાર છે ? A few hours later, - TopicsExpress



          

આજે ય સોમવાર છે ? A few hours later, worn out by the vigil, he went into Auralianos workshop and asked him: What day is today? Auraliano told him that it was Tuesday. I was thinking the same thing, Jose Arcadia Buendia said, but suddenly I realized that its still Monday, like yesterday. Look at the sky,look at the walls, look at the begonias. Today is Monday too. Used to his manias, Aureliano paid no attention to him. On the next day, Wednesday, Jose Arcadio Buendia went back to the workshop. This is a disaster, he said, Look at the air, listen to the buzzing of the sun, the same as yesterday and the day before. Today is Monday too. - One Hundred Years Of Solitude , Gabriel Garcia Marquez 99 % લોકોનું ય આવું જ હોય છે ને ? એમને ય રોજ સોમવાર જ હોય છે ! રોજ સવારે ઉઠવાનું , બ્રશ કરવાનું , ન્હાવા-ધોવાનું, જેમ-તેમ બટકું-બટકું ખાઈ લેવાનું અને પછી દોડવાનું કામ કરવા ; ત્યાં ગધેડાની જેમ કામ કરવાનું , થાકીને ઠૂસ થઈને ઘેર આવવાનું , પાછું જેમ-તેમ પેટ ભરી લેવાનું , રિમોટ લઈને ચેનલ્સ બદલવાની, અદ્દલ રોજની જ જેમ પ્રેમ કરવાનો અને પછી સૂઈ જવાનું . બીજા દિવસે પાછું વહેલા ઉઠવાનું અને એ જ રોજની જેમ દોડવાનું . એમને બસ કેલેન્ડરમાં તારીખો બદલાય , પણ જિંદગીમાં બધું એનું એ જ હોય ! એમના માટે આકાશ એનું એ જ રહે છે , હવામાન એનું એ જ રહે છે , દિવસો એના એ જ રહે છે . ગયા વર્ષે આ જ તારીખે એ શું કરતાં હતા એ ચેક કરો તો ખબર પડે કે એક વર્ષ પછી ય એમનો દિવસ બિલકુલ એવો જ પસાર થાય છે જેવો ગયા વર્ષે થતો હતો . એમનાં સોગિયા ડાચાથી લઈને એમની બૂટ-પૉલિશ કે નેઇલ-પૉલિશ સુધીનું કશું જ બદલાતું નથી . ધોમધખતા તડકામાં , સુસવાટા મારતા શિયાળામાં કે અનરાધાર વરસતા વરસાદમાં એમને નવું કઈ જ લાગતું નથી . એ તો હજુ ય ઊંધું ઘાલીને ગધ્ધા-વૈતરું કર્યે જ જાય છે . એમને મૌસમની નથી પડી , મિજાજની નથી પડી , પ્રકૃતિ સાથે તો વર્ષોથી છૂટાછેડા લઈ લીધા છે . વર્ષો પછી આ જોઈએ છે , પેલું જોઈએ છે- એવા થોકબંધ જડબેસલાક પ્લાન્સ છે , પણ આ ક્ષણે શું કરવું છે , શું ગમે છે - તો કહેશે કે ખબર નથી . આજુબાજુની દુનિયા બદલાઈ રહી છે , એ જુઓ છો ? - તો કહેશે કે ખબર નથી . હોપારા , તો તું જીવે છે કે નહીં ? - તો ય કહેશે કે ખબર નથી . એમને પ્રેમ કોની સાથે છે એ ખબર નથી , પ્રેમ છે કે નહીં એ પણ ખબર નથી . જીવે છે એટલી ખબર પડે તો પણ કેમ જીવે છે એની ખબર નથી . એમને મળવા જાઓ તો કહેશે કે ટાઇમ નથી . ટાઈમ કેમ નથી એ ખબર નથી . આખો દિવસ દોડ-દોડ-દોડ-દોડ ! પણ ઊભા રાખીને પૂછો કે ભાઈ કેમ દોડો છો ?- તો કહેશે કે એ ખબર નથી !! દિલમાં ઉદભવેલા પ્રશ્નોનાં જવાબો આપવા મન ઉછાળા મારતું હોય ત્યારે એ દુનિયાદારીના તાળાં મારીને ગૂગલ પર જવાબો શોધવા જશે . પંદર-વીસ વર્ષો રોજ એકસરખું મશીન જેવુ જીવીને પછી વિચારે ચડશે કે સાલું મજા નથી આવતી ! પણ મજા કેમ નથી આવતી એ ખબર નથી ! અને પછી એક દિવસે અચાનક ખબર પડશે કે લો , જિંદગી તો પૂરી થઈ ગઈ. બહુ બધું ઉકાળવાના સપના જોયા હોય , અને પછી ખબર પડે કે બધું બફાયું જ હતું . રોજ કેલેંડરમાં પત્તાં ફેરવ્યા હોય , પણ જિંદગીમાં ક્યાંક અટકી ગયા હોય - કેટલાક પહેલા બ્રેકઅપ પર જ અટકી ગયા હોય , કેટલાક ધંધામાં , કેટલાક બદલો લેવામાં ,કેટલાક બદલી ના શકાય એવા ભૂતકાળમાં અને કેટલાક હજુ જેની પ્રસૂતિ જ નથી થઈ એવા ભવિષ્યમાં ! અને જિંદગી છૂટતી રહે છે . પણ એમના વિચારો-પૂર્વગ્રહો-નફરત-માન્યતાઓ-ઘેલછાઓ છૂટતી નથી . અને બસ એ રોજ એનો એ જ દિવસ જીવે છે . વર્ષોથી . વર્ષો સુધી. કેમ કે એમના માટે રોજ સોમવાર જ હોય છે ! તો તમારે આજે સોમવાર છે કે શનિવાર ? સોમવાર જ હોય તો તમારે શું કરવાનું એ મને ખબર નથી . પણ શનિવાર હોય અને વીક-એન્ડની પાર્ટી હોય તો કહેજોને જરા ! આપણે આઈ જઈશું . ;-)
Posted on: Sat, 02 Aug 2014 15:41:32 +0000

Recently Viewed Topics




© 2015