આપણે જિંદગીને સમજવાનો - TopicsExpress



          

આપણે જિંદગીને સમજવાનો એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે ધીમે ધીમે જીવવાનું ભૂલી જઈએ છીએ... સંબંધોને ધીમે ધીમે આપણા લોહીના લયમાં ભેળવીને, હૃદયના ધબકારા સાથે મેળવીને, એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવીને જીવવામાં આવે તો એમાંથી ઘણું બધું મળે છે. મળવાનો અર્થ અહીં ફાયદો કે ગેરફાયદો નથી જ... સવાલ છે સુખનો, શાંતિનો, સ્નેહનો. દરેકને પોતાના સંબંધમાંથી ફક્ત આટલી જ અપેક્ષા હોય છે. સમજવું એટલું જ પડે છે કે જે અપેક્ષા આપણને છે તે જ સામેવાળી વ્યક્તિને પણ હોઈ શકે. તમે એવું ઇચ્છો કે કોઈ તમારી કાળજી લે, સામેની વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે...આ લેખો મારા પોતાના અનુભવમાંથી જન્મેલી એક એવી સમજદારી છે જેને આપણે અર્થહીન કહી શકીએ. હું આ સમજદારી મારા પોતાના સંબંધોમાં કામે લગાડી શકી નથી. પણ હા, મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવાથી ઘણીબધી સમસ્યાઓ ઘટી શકે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને સુખી થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો મારો પ્રયાસ છે. - કાજલ ઓઝા-વૈદ્ય સૌથી વધુ વેંચાતું આ પુસ્તક ઘેર બેઠા મેળવવા ક્લિક કરો: dhoomkharidi/books/ek-bija-ne-gamta-rahiye-detail
Posted on: Sat, 26 Jul 2014 09:30:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015