આપણે બધા સાથેના સંબંધો - TopicsExpress



          

આપણે બધા સાથેના સંબંધો જાળવીએ છીએ, પણ આપણે આપણી જાત સાથેના સંબંધમાં કેટલા વફાદાર હોઈએ છીએ? આપણો આપણી પોતાની સાથે પણ એક સંબંધ હોય છે. તમે આ સંબંધ નિભાવો છો? નિભાવો છો તો કેવી રીતે નિભાવો છો? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને માણસ પોતે જ પોતાનો દુશ્મન છે. તમે તમારા મિત્ર છો કે દુશ્મન? તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું મારી જાત સાથે કેવો સંબંધ રાખું છું? ઇસ તરહ ટૂટ કે રહ જાતે હૈં સારે બંધન, જૈસે આપસ મેં કિસી કા કોઈ રિશ્તા હી નહીં, ઇસસે બઢકર તેરા દુનિયા મેં શનાસા (ઓળખીતો) હી નહીં, તૂને આઇના કભી ગૌર સે દેખા હી નહીં. જે માણસ પોતાને પ્રેમ કરતો હોતો નથી એ જ્યારે બીજાને પ્રેમ કરે છે ત્યારે મોટા ભાગે ઢોંગ કરતો હોય છે.
Posted on: Sun, 07 Sep 2014 07:57:40 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015