ગુજરાત પ્રદેશ કોંગ્રેસ - TopicsExpress



          

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે મળેલ કારોબારી બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરુદાસ કામતજીએ જણાવ્યું હતું કે કારોબારીની બેઠકમાં ચર્ચા-વિચારણા કરી અને પક્ષના સંગઠનને મજબુત કરવું એ આપણા સૌની ફરજ છે જે રીતે સાંપ્રદાયિક પરિબળો હાવી થઇ રહ્યા છે અને ગોડસે વિચારધારાની બોલબાલા થઇ રહી છે. ત્યારે તેની સામે લડત આપવામાં ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોની વિશેષ જવાબદારી બને છે. કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જે કાર્યકરોએ વધુમાં વધુ સભ્ય નોંધણી કરાવી હશે તેઓને જ પદાધિકારી તરીકે જવાબદારી મળશે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો તાલુકા અને જીલ્લા કક્ષાએ સ્થાનિક પ્રશ્નો અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે જન આંદોલન કરે તે પ્રજાહિતમાં છે. રાજ્યની ભાજપ સરકાર સામાજિક સેવા અને વિકાસ માટેના ફાળવેલા નાણામાંથી માત્ર ૩૬% ઉપયોગ કરી શકી છે. ત્યારે રાજ્યના નાગરિકોમાં આ સરકાર સામે તેમના હક્ક અધિકાર માટે નિરાશા વ્યાપી છે. રાજ્યના વહીવટીતંત્ર સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે. Click Here to view Press Note gujaratcongress/english/wp-content/uploads/2014/12/Press-Note38.pdf Click Here to view Tharav - 1 gujaratcongress/english/wp-content/uploads/2014/12/Tharav-1.pdf Click Here to view Tharav - 2 gujaratcongress/english/wp-content/uploads/2014/12/THARAV-2-29-12-2014.pdf
Posted on: Mon, 29 Dec 2014 13:42:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015