// છટા-શૈલી-વાક્ચાતુર્ય આ - TopicsExpress



          

// છટા-શૈલી-વાક્ચાતુર્ય આ બધું જાહેરમાં દેખાડા પૂરતું કામ લાગે, પણ સત્તા ખાતર ટેકો મેળવવાની વાત આવે ત્યારે તિજોરીનાં બારણાં ખોલી નાખ્યા વિના છૂટકો નહીં. દેખીતું છે કે એ માટે તિજોરી ભરવી પણ પડે. કેટલાક પોતાની તિજોરી વાપરે અને એ ભરવા જતાં ભ્રષ્ટાચારી તરીકે વગોવાય. કેટલાક બીજાની તિજોરી વાપરે, બદલામાં તિજોરીમાલિકોને ફાયદા કરી આપે અને આખા વ્યવહારમાં પોતે ક્યાંય વચ્ચે નથી એવું દુનિયાને બતાવે. આ પદ્ધતિ વિશે સુફિયાણી ભાષામાં એવું કહેવાય કે, ‘એમને કોર્પોરેટ વર્લ્ડનો ટેકો છે.’//
Posted on: Wed, 19 Jun 2013 09:46:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015