તેં બનાવ્યો’તો છતાં તારા - TopicsExpress



          

તેં બનાવ્યો’તો છતાં તારા ગજા નો નીકળ્યો, આમ તો એકંદરે માણસ મજાનો નીકળ્યો. કેસરી , લીલો કે ભૂરો કોઇ પણ રંગે ભરું, ચિત્ર તોયે લાલ થ્યું , કિસ્સો ધજા નો નીકળ્યો. એક દી’ મા-બાપની એ ધારણા ખોટી પડી, કાચ ધાર્યો’તો એ ટુકડો કાળજાનો નીકળ્યો. દ્વાર પણ થાકી ગયું છે, ક્યાં કરે ફરિયાદ એ, પ્રશ્ન આ દિલમાં તમારી આવ-જા નો નીકળ્યો. એ નિશાની પર લખ્યું’તું “ અહિ દટાઈ છે ગઝલ”, ખોદતાં ઊંડાણમાં અઢળક ખજાનો નીકળ્યો. -ભાવેશ શાહ (૦૩-૦૭-૨૦૧૩)...dear all n yes y d we did shared only first Two lines n have had a nice Fair Discussion between me..Bhaveshbhai n Sister Razia bahen...this is Complete poem ...posted 8 hrs ago.. gbu jsk jmj jj Dadu......
Posted on: Wed, 03 Jul 2013 22:20:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015