દિલ રડતું હોય ત્યારે એને - TopicsExpress



          

દિલ રડતું હોય ત્યારે એને છાનું રાખવું બહુ આકરું હોય છે, કારણ કે સવાલ પણ આપણી પાસે હોય છે અને જવાબ પણ આપણી પાસે હોય છે. આપણા જવાબને સાચો મનાતો નથી. જવાબ સાચો હોવા છતાં આપણે કંઈ કરી શકતા નથી. આપણી સમજદારી જ ઘણી વખત આપણાં પર ભારી પડતી હોય છે. આપણે હાથ ખંખેરી શકતા નથી, આપણે પીછો છોડાવી શકતા નથી. તમારી નજર સામે બધું થતું હોય છે અને તમે કંઈ જ કરી શકતા નથી. કંઈ જ કરી ન શકે ત્યારે માણસ મનને મનાવે છે. જબ જબ દર્દ કા બાદલ છાયા, જબ ગમ કા સાયા લહેરાયા, જબ આંસુ પલકો તક આયા, જબ યે તન્હા દિલ ગભરાયા, હમને દિલ કો યે સમજાયા, દિલ આખિર તૂ ક્યૂં રોતા હૈ, દુનિયા મેં યૂં હી હોતા હૈ. યે જો ગહરે સન્નાટે હૈ, વક્ત ને સબકો બાંટે હૈ, થોડા ગમ હૈ સબ કા કિસ્સા, થોડી ધૂપ હૈ સબ કા હિસ્સા, આંખ તેરી બેકાર હી નમ હૈ, હર પલ ઈક નયા મૌસમ હૈ, ક્યૂં તૂ ઐસે પલ ખોતા હૈ, દિલ આખિર તૂ ક્યૂં રોતા હૈ? ફિલ્મ જિંદગી મિલેગી ના દોબારા
Posted on: Sun, 14 Sep 2014 12:04:20 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015