પોર્નસાઇટ્સ જોવાની - TopicsExpress



          

પોર્નસાઇટ્સ જોવાની આદતમાંથી છુટકારો કેમ મેળવવો? (કામની વાતો ) Oct 27, 2013 00:27 Supplements > Columnist Viewed: 1601 | Rate: 1.0 | Rating: | કામની વાતો - ડો. પ્રકાશ કોઠારી પોર્નસાઇટ્સ જોવાની આદત જો ઓબ્સેશન (તીવ્ર વળગણ) અથવા કમ્પલ્સન (હઠાગ્રહ) બની જાય તો એ એક મુશ્કેલ બાબત બની જાય છે. એ ક્યારેક ઓસીડી (ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર)નું પણ લક્ષણ હોઈ શકે છે સવાલ : મને પોર્નસાઇટ્સ જોવાની આદત પડી ગઈ છે. આ આદતમાંથી છુટકારો મેળવવા શું કરું? - એક વાચક જવાબ : જો પોર્નસાઇટ્સ જોવાની આદત હોય તો એ આદત છે, બીમારી નથી. પરંતુ એ એવી આદત હોય કે જે લત બની ગઈ હોય તો એના માટે ઇલાજની ચોક્કસપણે જરૂર છે, તેથી જ્યારે તમારી કામેચ્છા અનિયંત્રિત થઈ જાય, તમારી પ્યાસ હંમેશાં પ્યાસી રહી જાય અથવા તમારી વર્તણૂક જો કમ્પલસિવ એટલે કે હઠીલી થઈ જાય તો એ એક માનસિક બીમારીનું લક્ષણ છે. જો આ એક આદત હોય તો તમે તમારી રસવૃત્તિ બીજી વસ્તુઓમાં કેળવો. જેમ કે, ગઝલ કે જૂનાં ફિલ્મીગીતો વગેરે સંગીત સાંભળો, સારાં પુસ્તકો વાંચો, પેઇન્ટિંગ જેવી પ્રવૃત્તિમાં રસ હોય તો પેઇન્ટિંગ કરો. લોન્ગ વોક માટે નીકળો. તમારા મિત્રો સાથે સમય ગાળો. આવી અનેક સુંદર પ્રવૃત્તિ કરી શકાય. કમ્પ્યૂટર જો તમે તમારા બેડરૂમમાં રાખ્યું હોય તો બેઠકખંડમાં લઈ આવો, જેથી સ્વાભાવિક છે કે બધાની હાજરીમાં કમ્પ્યૂટર પર તમે પોર્નસાઇટ્સ નહીં જુઓ. એને લીધે તમારું વળગણ પણ આપોઆપ ઓછું થઈ જશે. આ સિવાય ઘરના સભ્યો સાથે સમય વિતાવો. ઘરનાં બાળકો સાથે રમવા માટે સમય ફાળવો. આવી જે પણ પ્રવૃત્તિમાં મન લાગે એ કરો, જેથી પોર્નસાઇટ્સ તરફ તમારું ધ્યાન ખેંચાતું આપોઆપ ઓછું થઈ જશે. જો માત્ર આદત હોય તો આ સામાન્ય નુસખા તમને ચોક્કસ મદદ કરશે. ઘણી વાર આ આદત મટીને લત બની જાય છે, એ એક જાતનું ઓબ્સેશન(તીવ્ર વળગણ) અથવા કમ્પલ્સન(હઠાગ્રહ) બની જાય તો એ એક મુશ્કેલ બાબત બની જાય છે. એ ક્યારેક ઓસીડી(ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર)નું પણ લક્ષણ હોઈ શકે છે. એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. કોઈ વ્યક્તિ ભોજન બાદ હાથ ધુએ એ પછી પણ તેને લાગે કે હાથ બરાબર ધોવાયા નથી. ત્યારબાદ એ ફરી વાર હાથ ધુએ. આવું એ વારંવાર કર્યા જ કરે તો એ ઓસીડીનું લક્ષણ કહેવાય. તમને ઓબ્સેશન છે, કમ્પલ્સન છે કે બીજી કોઈ માનસિક બીમારી છે એનો ઇલાજ એક સારા મનોચિકિત્સક ઉત્તમ રીતે કરી શકે. એનો ઉપચાર શક્ય છે. દવા, કાઉન્સેલિંગ તેમજ બિહેવિયર મોડિફિકેશન(વર્તણૂક ઉપચાર) દ્વારા ઉપચાર થઈ શકે છે.
Posted on: Sun, 27 Oct 2013 03:22:26 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015