બોલતા આવડે એ પહેલા બધું જ - TopicsExpress



          

બોલતા આવડે એ પહેલા બધું જ ઈશારા માં સમજાવે અને બોલતા આવડી જાય પછી બધું ઈશારા માં સમજાવી દે એટલે દિકરી . સમજણ ની summary એટલે દિકરી . ઈશ્વર સુધી પહોચવા માટે તત્કાલ માં કરાવેલું reservation એટલે દિકરી . મંદિર સુધી લઇ જતો ટૂંકા માં ટૂંકો રસ્તો એટલે દિકરી . વર્ષો પહેલા સમજણ નામ નું કોઈ બીજ રોપ્યું હોય અને એમાં થી વૃક્ષ થાય , એ વૃક્ષ નું નામ દિકરી . વૃક્ષ ની વાત છોડો, ડાબા ખિસ્સા માં વસંત રાખ્યા નો અહેસાસ થાય એ અહેસાસ નું નામ દિકરી . દિકરી આંસુઓ લૂછે ત્યારે સાલું એવું લાગે કે ચોમાસું રૂમાલ લઇ ને આવે...!!!!
Posted on: Thu, 24 Apr 2014 06:17:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015