બાલમંદીરમાં હતો ત્યારે - TopicsExpress



          

બાલમંદીરમાં હતો ત્યારે હું એકા-અગિયારા જાણતો હતો અને ઇઝરાયેલના ફાલ્કન રડાર સાથે આજે જે ડાર્ક-ગ્રે કલરના વિમાનના જે ફોટાઓ છપાય છે ....એ મેં ત્યારે મોટાભાગે ગુજરાત સમાચારની રવિપુર્તીમાં પહેલા પાને કોઇ લેખકના લેખમાં જોયાં હતાં અને ત્યારે હું ચડ્ડી પહેરતો હતો અને ત્યારે મેડોના અપરિણિત હતી અને...છાપાંને ઉડિ જતું અટકાવવા મારા નાના હાથ ટુંકા પડતા એટલે દાદાનું ચશ્માનું કવર અને કોઇ બિજી વસ્તુ વડે દબાવી રાખતો અને...બંને ઢીચણ ઉપર બંને કોણિઓ ટેકવીને હું વાંચતો...જ્યાં સુધી વહેલી સવારે બાલમંદિરમાં નાસ્તાનો ડબ્બો લઈને એકલા , મારા પાળેલા કુતરાં સાથે રમત કરતાં કરતાં જવાનો સમય ન થાય ત્યાં સુધી..આજે હવે ત્રીસીની વયમર્યાદા ઓળંગી ચુક્યો છું ,અને દરમિયાનમાં લગભગ ૨૪/૨૫ વર્ષો પસાર થઈ ચુક્યા છે.... અને સડી ગયેલા વર્તમાનપત્રો આટલા વર્ષોમાં એ રડારના નવા ફોટાઓ સુધ્ધાં નથી પામી શકયાં..અને રસ્તે રખડતાં ગમે તે હાલી મવાલી , અને માત્ર અક્ષરજ્ઞાન ધરાવતાં કોઇપણ જણને કટારલેખક બનાવી દેવાની અર્વાચીન ફેશનો આવી ગઈ છે ..અને/પણ જન્મજાત બ્રહ્માગ્નિ ધરાવતાં મિજાજ અને ખોળિયા અને વિતેલા વર્ષોની હાડમારીઓ અને ઉધ્ધતાઈના હવાલેથી હું કહિ શકું છું કે.....રે પાપી...રે મુર્ખ..રે અધર્મી...રે નિશાચર..રે મંદબુધ્ધિ...તારું તો જીવન વ્યર્થ ગયું.. ;) ;) માઇકલ ફેરાડે અને ગરૂડપુરાણ...બાઇબલનો ગુજરાતી અનુવાદ અને ગાયત્રીમંત્રના નિષ્કામ અનુષ્ઠાનો..બર્ટ્રાન્ડ રસેલ અને આઇન્સ્ટાઈન..ભૃગુસંહિતા અને બૃહદસંહિતા અને કુંડલીની..CRR (Credit reserve ratio) અને ગાયત્રી પરિવાર અને જય યોગેશ્વર ની ઔપચારિકતા - જેનાથી હું બહુ જલ્દી સમજી ગયો હતો કે આમ યોગેશ્વરના ઉચ્ચારણો કરવાથી સ્વાધ્યાયી નથી થવાતું અને કર્મશીલ તો કદાપી નહિ...દાદા ગયા પછી દીદી આવ્યાં અને પેલા મોટાભાગે સૌરાષ્ટ્ર પુરતાં લિમિટેડ રહેલા દાદા ભગવાન પણ હતાં...બોબી ડાર્લિંગની પ્રતિકૃતી સમા શ્રી રવિશંકર પણ હતાં..એ સિવાય પેલા સચિન તેંદુલકરની હેરસ્ટાઈલની કોપિ મારતાં સાંઈબાબા પણ આવી ગયા અને બ્રહ્મલીન પણ થઈ ગયાં..એ ઉપરાંત મહર્ષિ અરવિંદથી લઈને સ્વામી વિવેકાનંદની ફિલોસોફિ અને જાગૃતી અને ....આ બધાં જ લોકોના સાલા પુંછડી-દારો અને ઠેકેદારો અને પોદળા-દારો પણ ખરાં ! ;) ;) ..પણ એક બાબત ટકી રહી માતૃભાષા - ગુજરાતી ! અને એનો નશો/કૈફ/મદહોશી/લથ્થડિયાં/લવારી/બેફામપણું/જાહોજલાલી પણ રહિ ગયાં ! અને એ જ વિચાર અને એ કેફિયતને વર્ષોનો આથો ચઢ્યો અને ... ..આમ તો એક વિચાર છે કંઈક પરંપરાભંજક/અળવિતરો/ખુમારી અને વટના કટકા જેવો / થોડો ગુમાની અને વધારે સ્વતંત્ર / સહેજ તુમાખી અને જીનેટિક પરિભાષામાં અખતરા જેવો અને નૃવંશશાસ્ત્રમાં કોઇ અપવાદ જેવો - સાતત્ય ! ..જેના મુળિયાં છેક મારી ઇન્ટરનેટના પરિચય અને ઓનલાઈન ફોરમ્સના અગાધ જ્ઞાનભંડારને સામાન્ય માણસ / નોન-ટેકી વ્યક્તિઓ માટે સુલભ બનાવવાની એક ટિપિકલ-ગિક-ઇચ્છામાં હતાં અને ઓરકુટ અને ત્યાંથી મળેલા દોસ્તોના સથવારે અને વિશેષ તો માતૃભાષાના બંધાણી હોવાના લક્ષણોમાં હતાં અને લગભગ ૨૦૧૨ ના અંત અને ૨૦૧૩ ના શુકનિયાળ(!) વર્ષની શરૂઆતમાં મેં એની , અહિં જ ફેસબુક ઉપર એક સ્ટેટસમાં પુછપરછ કરીને સાથે સાથે વિગતો જણાવતાં રહીને શરૂઆત કરી હતી ! ખૈર....એ પછી ઠીકઠીક સમયે સાતત્યના જ પોતાના અલગારી મિજાજ મુજબ જ સાતત્યનું એક ફેસબુક પેજ શરૂ કર્યું હતું...અને શરૂઆતથી અત્યાર સુધી ૯૫% સુધીના સમયગાળા સુધી એનો એકમાત્ર યુઝર હતો - નિખિલ શુક્લ ! કોઇ કંટેટ જ ના હોય તો કોઇને શું આમંત્રણ આપવાનું ?! , એ પેજને પબ્લિક કર્યું ... પછી ધીરે ધીરે અમુક તમુક પોસ્ટ અને લખાણો શેર કર્યા સાતત્ય ઉપર મુકાયેલા ..અને પછી એક-બે વાર આખી ફ્રેંડલીસ્ટમાંથી એપ્લિકેબલ મિત્રોને આમંત્ર્યા અને છોડી દીધું ! ...આજકાલમાં ..લગભગ એકાદ મહિનામાં એની ઉપર ૫૦૦+ લાઇક્સની સંખ્યા વધી/થઈ છે....મારા ટેકનોક્રેટની ગેરસમજમાં જીવતાં અને ગીકી આત્માએ જોયું/ચકાસ્યું એમ એ બધાં મોટાભાગે ગુજરાતી છે - એ વાતથી કંઈક _અજંપાભર્યો_ આનંદ થઈ રહ્યો છે , સાથે વિષાદાનંદ પણ ખરો ! ...આજકાલ ઇન્ટરનેટ માર્કેટિંગના પ્લાન સસ્તા થઈ ગયા છે..અને હમણાં જ એક મિત્રએ કહ્યું હતું - બલ્કે ભાવપુર્ણરીતે સલાહ આપી હતી કે ..... - ...લોકોને - અમુક લોકોને બટર પોલિશ કરી જુઓ....એમનો ઇગો સંતોષાશે એટલે સક્રિય હશે સાતત્ય ઉપર... - !!! , એમની - એ મિત્રન સલાહમાં દુનિયાદારીની ચાલાકી નહિવત હતી અને સાતત્ય તરફ - સાતત્ય માટે શુભેચ્છાઓ મહદઅંશે હતી.....મેં જે તે ચર્ચા/મુદ્દા મુજબ પ્રત્યુત્તર આપ્યો અને વાત/ચર્ચા પુરી થઈ. ..અને હું વિચારી રહ્યો છું એ લોકો વિશે જેમણે સાતત્યની શરૂઆત વખતે ...બહુ બધાં આર્શિવચનો કહ્યાં હતાં..સહકાર આપવાની તાલાવેલી બતાવી હતી...ઓરકુટની મારી મોડરેટરશીપ ના હવાલા આપીને મારા અને સંભવિત સાતત્ય અંગે વખાણોના ખડકલા કર્યાં હતાં..મને મોટાભાઈથી લઈને પરમમિત્ર સુધીના ઇલકાબો આપી ચુક્યાં હતાં...મારી પ્રામાણિકતા અને નૈતિકતાના ઉદાહરણો આપી રહ્યાં હતાં...અને...અને પેલા બે કોડિના/ઘરડાં ખચ્ચરો/વસુકી ગયેલા લોકો તો કેમ ભુલાય કે જેઓ પોતાની ઓનલાઈન બબાલો વખતે ....પોતાના પક્ષધર તરીકે મને આમંત્રણ આપી રહ્યા હતાં...મારા નામ અને ઝગડાખોર સ્વભાવની બિજા લોકોને આડકતરી ધમકી આપતાં હતાં અને કુદતાં હતાં...અને એ પણ સાવ ઓનલાઈન બબાલો માં ! ;) ;) ...અને..હું જોઇ રહ્યો છું..સાવ સામાન્ય અને લો-પ્રોફાઇલ રહેતાં મિત્રોને જેમણે આટલા વર્ષો સુધી મુક રહીને...મને જોયા કરીને...અચાનક સાતત્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે....જરૂરી સલાહ સુચનો કર્યાં/આપ્યાં છે ..જરૂર લાગે અને મન પડે ત્યારે સાતત્ય અંગે લોકોનું ધ્યાન ખેંચવા/દોરવા પ્રયત્ન કર્યો છે ! ....અને હું જોઇ રહ્યો જ છું..કે કહેવાતા બુધ્ધિજીવીઓ ગમે તેવી બબાલો કર્યા પછીથી..કોઇ ગમે તે લેખક/કટાર લેખક/સર્જક/તંત્રીઓ વગેરે અંગે પોતાની ગામડીયાં અને ઘરડી માનસિકતા વડૅ લવારા કર્યા પછી...ઓનલાઈન બબાલો કર્યા પછી...જે તે લેખક/તંત્રી/કટાર લેખક તરફથી મફતમાં મળતી એક-બે ચોપડીઓ અને પુસ્તકો લઈને...શેરીના બલ્કે ખોળાના કુરકુરિયાંની જેમ ખુશ થઈ રહ્યાં છે....અને જે તે લેખકો/તંત્રીઓ ...મુછ માં મલકાઈ રહ્યા હશે...આવા વિચાર-ફકિરોને ....ટપલી મારીને ચુપ કરી દેવાની પોતાની મુત્સદી ઉપર ! અફસોસ કે એમાં, એ કુરકુરિયાંઓમાં કેટલાક નજીકના નામો પણ છે ! - ..કૈસે કૈસે મંજર સામને આને લગે...ગાતે ગાતે લોગ ચિલ્લાને લગે... અને....હું એ પણ જોઇ રહ્યો છું કે...અમુક ખાસ લોકો એમ સમજીને/માનિને/વિચારીને ..રાહ જોઇ રહ્યા છે કે હું - નિખિલ શુક્લ- એમને વિનવું ..કેમ જાણે સાતત્ય વડૅ હું કરોડપતી થઈ જવાનો હોઊં ?! :D ... ...અને હું જોઇ રહ્યો છું કે...નજીકના બે-ત્રણ અપવાદો સિવાય કોઇ જ મિત્રો સક્રિય નથી સાતત્ય ઉપર...પણ.....એકમિનિટ...એકમિનિટ...એમ મારે ગમે તેવા કચરો/ગંધાતા લોકોને ભેગાં કરવા હોત તો માર્કેટિંગ પ્લાન્સ સસ્તાં જ છે...અને હું આ ઉઠાવગીર લેખકો કે કવિઓ ની જમાતમાં નથી આવતો કે ડોમેઇન નેમ અને હોસ્ટિંગના એક વર્ષના ૪-૫ હઝાર ખર્ચતાં અચકાઊં અને લાઈક્સ અને કોમેન્ટ્સ માટે મેસેજ માં બળાપો કાઢું !! માત્ર એક બે બોટ્સ ....વડૅ હું સાતત્ય ઉપર ટ્રાફિક લાવી શકું છું..એ તમારી જાણ સારું અને એનાથી મળતી એડ્સ વડૅ હું તમારી ગંધાતી કવિતાઓ અને સ્ટેટસ અને બકવાસ કરતાં વધારે આવક લઈ શકું છું...પણ....પણ...પણ...આ સાલી જીવલેણ નૈતિકતાનું શું કરું ? ગુણવત્તાને સાચવી રાખવાના આ ઓપનસોર્સ ને વરેલા આત્માને શું સમજાવું ? અને...સાતત્ય તરફ કોઇ ગુણવત્તા-સભર સર્જનની અપેક્ષા રાખીને બેઠેલા મિત્રોને શું મોઢું બતાવું..જો હું પણ તમારી જેમ ...મફતની એક-બે ચોપડિઓ લઈને મારી નૈતિકતા વેચવા કાઢું તો ?? હમણાં જ પેલા __રીડગુજરાતી.કો.__ ના રચયિતા એવા _મૃગેશ ભાઈ_ ગુજરી ગયાં ...એમાં તો મેં કોઇ નફા-નુકસાન ને ધ્યાનમાં નહોતું રાખ્યું જ્યારે મેં કોઇ વળતરની અપેક્ષા વગર એમને મૃગેશ ભાઈ પછીથી એની જવાબદારી સ્વીકારવાની વાત/પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે ! પછી તો ખૈર....અમુક ટેકનિકલ/સંવેદનાસભર અનુકુળતાઓ ન થઈ શકી અને મારે એ જવાબદારી લેવાનું સદભાગ્ય મેળવવાનું જતું કરવું પડ્યું...પણ...હું તમારા જેવો ઘરડો ખચ્ચર ડોસો નથી/લેભાગુ કવી-કવિયિત્રી નથી / બે કોડિનો ક્ષત્રિય નથી અને હઝાર કોડિનો બ્રાહ્મણ નથી અને અનામત લેતાં રહિને નરેન્દ્ર મોદીની ટીકા કરું કે....મારી માતૃભાષાના કોઇ કાર્ય માટે મારી અંગત અનુકુળતાઓ અને નફો જોઊં. અને....બેઝ કેમ્પમાં ઉંચા કરેલા હાથોમાં રાયફલ ઉંચકીને ખભા દુખી જાય ત્યાં સુધી ઉંચકેલી રાખીને ..પરસેવે રેબઝેબ થઈને...શક્તિના છેલ્લા બિંદુ સુધી ટકીને...અને ..કમાન્ડો રાઠોડ સર..વડે શિખેલા એ માણસાઈ અને નૈતિકતા અને પ્રામાણિકતાના અને વફાદારીના એ જીવલેણ નિયમને કેમ કરીને ભુલી જઊં - ..કિસિકો છોડકે નહિ આના હે...માદર____ ! --?!?! ...થેલો હોય કે ખાલી મેગેઝિન હોય કે વેરાયેલા બ્લેન્ક-શેલ હોય કે થાકી ગયેલો કોઇ હમસફર કેડેટ હોય કે....રાયફલનો કોઇ નાનો બોલ્ટ હોય કે પાણિની બોટલ હોય કે બુટ લુછવાનું કપડું હોય કે પોતાના જ લોહિથી ખરડાયેલો કોઇ ગાભો હોય કે...જંગલમાં પહેલીવાર જોયેલું કોઇ નવું જીવજંતુ હોય...કે...થાકીને બેઠેલા કે ચક્કર આવી ગયાં હોય એવો કોઇ કેડેટ હોય કે ....જંગલમાં ભુલું પડી ગયેલું અને કાલીઘેલી બુમો પાડતું કોઇ જાનવરનું કોઇ ભુખ્યું બચ્ચું હોય..કે પ્રામાણિકતા હોય ..નૈતિકતા હોય...વફાદારિ હોય..ભરોસો હોય....કિસિકો છોડકે નહિ આના હે માદર__! ..એકવાત ખબર છે ?? ... હું સાડા-નવ વર્ષનો હતો ત્યારે પહેલીવાર સ્કાઉટના કેમ્પમાં ગયો હતો એક મહિના માટે....એથીય પહેલા માત્ર બિજા-ધોરણમાં પહેલીવાર સ્ટેજ ઉપર પહોંચ્યો હતો....પછી ભુજ આર્મી-બેઝકેમ્પમાં અને...પછી...જિંદગીની કશ્મકશમાં તો કોને નથી ઉતરવું પડતું ?! તો શું ????? .. ..તો એટલું જ કે ..હમ ખત કા મતલબ ભાંપ લેતે હે ...લિફાફા દેખકર... !! ;) ;) ..બે નંબરી અને ગંધાતા અને લાલચું અને બે કોડીની માનસિકતાના લોકો/વ્યક્તિઓ/મિત્રો નો હું નિખિલ શુક્લ વિરોધી હતો અને છું અને રહિશ. અને અહિંથી ત્યાં ફરતાં રહેતાં મેસેજીસમાં મળતાં/આવતાં/કહેવાતાં તમારા ધખારા મારાથી છુપાં નથી હે....અ-વિશ્વાસુ પ્રસંશાકર્તાઓ/મિત્રો ....પણ આ સાતત્ય છે ...જેને મેં કોમ્પ્યુટર સાયંસના મારા બહુ શરૂઆતના દિવસોથી વિચાર્યું હતું..અને જે ને કાળક્રમે આગળ ધપાવ્યું છે.... ..મેં કોઇની પાસે કોઇ સહાય નથી માંગી....કોઇ નાણાકિય સહારો નહિ...કોઇ ટેકનિકલ સપોર્ટ નહિ...આ મારી ભાષા છે...મારી માતૃભાષા...મને બોલતાં શિખવનારા મારા વડિલોએ મને વ્યાકરણ નહોતું શિખવાડ્યું માત્ર અભિવ્યક્ત થતાં શિખવાડ્યું હતું...અને શિખવનાર એ દાદા..મારા દાદા સાક્ષર હતાં...શિક્ષક હતાં અને તમારા જેવા બે કોડિના કટાર લેખકો અને લેખકો અને કવિતાઓની રંગરેલીયા કરનારાઓ કરતાં વધારે વિદ્વાન હતાં...અને હું ત્યાંથી શિખ્યો હતો ગુજરાતી...ભગવદોમંડલ નું ત્યારે પુંછડુંય નહોતું અને તમારા જેવા ગંધાતા સાક્ષરો ત્યારે જખ મારતાં હતાં જ્યારે હું માતૃભાષામાં ...એના કૈફમાં હિલોળે ચઢ્યો હતો...મારી માતૃભાષામાં અભિવ્યક્ત થવા માટે તમારા ગટર-છાપ સમર્થનની જરૂર જ નથી, બિલકુલ નથી. ....અને સાતત્યનો મિજાજ એ જ છે -..કિસિકો છોડકે નહિ આના હે માદર__! .. બાકી તમારી ખુશામતીયાઓની દુનિયામાં મરાતી જખ તમને મુબારક ! સાતત્ય મુક્ત છે...ખુલ્લું છે..ત્યાં અભિવ્યક્તિ ને જ પ્રાધાન્ય આપવામાં આવે છે...ખોટેખોટી વાહવાહી ને નહી ! અને એમ સાતત્ય થોડું તુંડમિજાજી છે ! થોડું એલફેલ...અસ્તવ્યસ્ત..થોડું બેબાક ...વિવેકી અને થોડું ઉધ્ધત. સાતત્ય ચાલશે....ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મને એમ ના લાગે કે...આ મુર્ખામી અને મારી લાયકાત બહારનું કામ છે ! બહરહાલ..ઠીકઠીક સમયથી હું આ બે-નંબરી મિત્રોના અને લોકોના અભિપ્રાયો સિધી/આડકતરી રીતે જાણતો રહ્યો છું...અને ક્ષમા વિરસ્ય ભુષણમ- ની જેમ અવગણાતો રહ્યો છું...આજે તક મળી/મુડ થયો તો કહિ દિધું...બે નંબરી મિત્રો અને લેખકો / તંત્રીઓને ના ગમ્યું હોય તો....જખ મારો ! .અને..એ તમામે તમામ લોકોનો હું આભારી છું..જેમણે સાતત્યને આવકાર્યું છે...માતૃભાષાને બંધનરહિત અવસ્થામાં સ્વિકાર્યું છે..બાકી બધાં લોકો તેલ લેવા જાય. ...સાતત્યની કોઈ ટિમ નથી..કોઇ સપોર્ટર નથી...કોઇ નાણાકિય સહાય કે ડોનેશન નથી..કોઇ હેલ્પર નહિ એમ જ કોઇ ગાઈડ નહિ...સાતત્યના માત્ર ત્રણ ચાલકબળ છે...એક એના સમર્થકો એવા સ્વતંત્ર / મુક્ત મિજાજી ગુજરાતીઓ અને બિજો આ બે કોડિની લાયકાતવાળો નિખિલ શુક્લ ...અને ત્રિજું કમાન્ડો રાઠોડ સર નું પ્રોત્સાહન......કિસિકો છોડકે નહિ આના હે માદર__! .. એ સિવાય....બકૌલ જસપાલ ભટ્ટી....બાકી માહૌલ ટિક હૈ... [ #saatatya -માં મારી બ્લોગપોસ્ટ :) ] saatatya.co.in/blogs/post/21
Posted on: Tue, 09 Sep 2014 09:48:01 +0000

Trending Topics




Ive been intending to make a 1560s kirtle and gown for ages. I

Recently Viewed Topics




© 2015