માતૃભાષાના ભગીરથ : - TopicsExpress



          

માતૃભાષાના ભગીરથ : રતિલાલ ચંદરિયા ભગવદ્ધોમંડલમાં આપેલા વિગતવાર અર્થ સહિત ! એટલું જ નહીં અહીં ગુજરાતીથી ગુજરાતી, અંગ્રેજીથી ગુજરાતી, ગુજરાતથી અંગ્રેજી અને હવે હિન્‍દીથી ગુજરાતીનો વિકલ્‍પ પણ ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત વિરૂધાર્થી શબ્‍દો, કહેવતો, રૂઢી પ્રયોગો, શબ્‍દ સમુહો, એટલું બધુ રતિકાકાએ આપ્‍યું છે કે એ બધાની માહિતી અહીં આપવી હોય તો આ સાઇટ વિશે એક અલગથી લેખ તૈયાર કરવો પડે. માતૃભાષાના ભગીરથ : રતિલાલ ચંદરિયા કોઇ અંગ્રેજી શબ્‍દ ના સમજાય કે પછી કોઇ ગુજરાતી શબ્‍દનું અંગ્રેજી ન આવડે એટલે છેલ્લાં ચારેક વર્ષથી એક આદત પડેલી gujaratilexicon/ નું શરણ લેવું. એ મુજબ ગઇ કાલે એક શબ્‍દ સમજવા માટે આ વેબસાઇટ ખોલી તો સામે જે પેજ ખૂલ્‍યું એ જોઇને આઘાતથી સુન્ન થઇ જવાયું. ગુજરાતી લેકિસકોન ગાયબ અને આખા પેજમાં વચ્‍ચે આદરણીય રતિકાકાનો ફોટો અને ઉપર બે તારીખ લખેલી હતી ઓકટો.૨૪,૧૯૨૨-ઓકટો. ૧૩,૨૦૧૩. મતલબ સાફ હતો, મુરબ્‍બી રતિકાકા ઉર્ફે રતિલાલ ચંદરિયા હવે આપણી વચ્‍ચે રહયા નથી ! કોણ હતા આ રતિલાલ ચંદરિયા ? ગુજરાતની મોટા ભાગની પ્રજાએ એમનું નામ સાંભળ્‍યું નહીં હોય, અરે નેટ પર વારંવાર ગુજરાતી લેકિસકોન વાપરતા કે પછી હવે મોબાઇલમાં પણ ગુજરાતી લેકિસકોનની એપ્‍લીકેશન વાપરતી આજની જનરેશનને પણ ખબર નહીં હોય કે રતિલાલ ચંદરિયાએ માતૃભાષાની એટલી મોટી સેવા કરી છે કે એ આપણી ભાષાના કોઇ મહાન સાહિત્‍કાર નહોતા છતાં એમને અને એમના કાર્યને કોઇ સાહિત્‍યકાર કરતાં પણ બે આંગળ ઉપર મૂકવું પડે !. ૧૯૨૨માં નાઇરોબીમાં જન્‍મેલા અને ત્‍યાંજ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર રતિકાકાનું ગુજરાતી સ્‍વાભાવિક કે ત્‍યારે એટલું સારૂં ન હોય. બીજાં વિશ્વયુધ્‍ધ દરમિયાન ભારત આવતા રહયા અને યુધ્‍ધ સમાપ્ત થતાં વળી કેન્‍યા ગયા અને પોતાની આગવી કોઠાસૂઝ અને મહેનતથી ધંધો દેશ વિદેશમાં વિસ્‍તાર્યો અને પછી ૧૯૬પથી લંડનમાં સ્‍થાયી ગયા. ઉંમરમાં સાઠીને પાર કરી ગઇ ત્‍યાં સુધીમાં નવી પેઢીએ ધંધો સંભાળી લીધો હતો અને હવે કાકાને નિવૃત થવાનો સમય મળ્‍યો હતો, પણ અવળચંડું મન એમ કયાં પગવાળીને બેસવા દે એમ હતું ? કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટનો જમાનો આવી ચૂકયો હતો. રતિકાકાએ જોયું કે કમ્‍પ્‍યુટર માટે અંગ્રેજી સહિત ઘણી ભાષાના ફોન્‍ટ ઉપલબ્‍ધ છે પણ ગુજરાતી નથી. બસ કાકાએ પ્રણ લીધું માં ગુર્જરીને ફોન્‍ટવન્‍તી કરવાનું. રતિકાકા એ ગુજરાતી ફોન્‍ટ માટે ટાટા સહિત ઘણાનો સંપર્ક કરી જોયો પણ કોઇને રસ નહોતો ! ઉદેશના રસ્‍તામાં અડચણોના ગિરનાર નહીં પણ હિમાલય ઉભા હતા, પણ હારે તો સાઠ વરસના નવજુવાન રતિકાકા શાના ? છેવટે એક ફ્રેન્‍ચ મહિલાએ ગુજરાતી ફોન્‍ટ તૈયાર કરીએ આપ્‍યા પણ ખાટલે મોટી ખોટ રહી ગઇ જોડાક્ષરોની ! જોડાક્ષરો વગરની ગુજરાતી ભાષા કઇ રીતે સંભવી શકે ?. વળી પાછું સમુદ્રમંથન ચાલુ થયું અને એમાંથી સંતોષકારક કહી શકાય એવું અમૃત પ્રાપ્ત થયું એ આપણા ગુજરાતી ભાષાના અમેરિકા સ્‍થાયી થયેલા ધૂરંધર સાહિત્‍યકાર મધુ રાયે તૈયાર કરેલા ફોન્‍ટરૂપે અને પાયો નંખાયો gujaratilexicon નો. એ ગુજરાતી લેકિસકોન આજે વેબસાઇટ સ્‍વરૂપે તો ઉપલબ્‍ધ છેજ ઉપરાંત ઓફલાઇન કામ કરવા માટે ડાઉનલોડ પણ કરી શકાય છે જેમાં હવે ભગવ્‍દ્રોમંડલ પણ સમાવી લીધેલ છે ! કમ્‍પ્‍યુટર પર ગુજરાતી લેકિસકોન ઉપલબ્‍ધ કરાવીને રતિલાલ ચંદરિયાએ કેવડું મોટું કામ કર્યુ છે એ સમજવું હોય તો એકવાર કોઇ પણ ગુજરાતી શબ્‍દકોષ લઇને એમાંથી કોઇ શબ્‍દ શોધવાની કોશીશ કરી જોજો. શબ્‍દકોષમાંથી શબ્‍દ શોધવા માટે પહેલા તો કક્કો અને બારાખડી આખી આવડવી જોઇએ. (પ્‍લીઝ હવે એમના પૂછતા કે આ બારાખડી કે વળી કઇ બલાનું નામ છે ) કોઇપણ શબ્‍દ શોધવા માટે સૌથી પહેલા તો કક્કા મુજબ જે તે અક્ષરવાળુ પાનુ શોધવાનું. પછી બારાખડી મુજબ એ અક્ષર સુધી જવાનું પછી શબ્‍દોનો બીજો અક્ષર લઇને એજ પ્રક્રિયા કરવાની આમ જેટલા અક્ષરનો એ શબ્‍દ હોય એટલી વાર એ પ્રક્રિયા થાય ત્‍યારે મુળ શબ્‍દ સુધી પહોંચી શકાય. જયારે હવે રતિલાલ ચંદરિયાએ ગુજરાતી લેક્ષીકોનની ભેટ આપીને આ કામ એટલું સરળ કરી આપ્‍યુ છે કે માત્ર એક શબ્‍દ ટાઇપ કરવાનો અને અલ્લાદીનના જિનની જેમ ક્ષણમાં આખો ખજાનો હાજર થઇ જાય. ભગવદ્ધોમંડલમાં આપેલા વિગતદ્યવાર અર્થ સહિત ! એટલું જ નહીં અહીં ગુજરાતીથી ગુજરાતી, અંગ્રેજીથી ગુજરાતી, ગુજરાતથી અંગ્રેજી અને હવે હિન્‍દીથી ગુજરાતીનો વિકલ્‍પ પણ ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત વિરૂધાર્થી શબ્‍દો, કહેવતો, રૂઢી પ્રયોગો, શબ્‍દ સમુહો, એટલું બધુ રતિકાકાએ આપ્‍યું છે કે એ બધાની માહિતી અહીં આપવી હોય તો આ સાઇટ વિશે એક અલગથી લેખ તૈયાર કરવો પડે. હવે સ્‍માર્ટ ફોન પર આંગળીના ટેરવે પણ ગુજરાતી લેકિસકોન ઉપલબ્‍ધ છે. આ બધામાં અતિઉપયોગી અને દરેકને તત્‍ક્ષણ કામે લાગે એવી સેવા એટલે ગુગલ કોમ નામના બ્રાઉઝરમાં આપેલું ગુજરાતી લેકિસકોનનું એકસ્‍ટેન્‍શન બસ ગુગલ સ્‍ટોરમાં થઇ આ એકસટેન્‍શન ડાઉનલોડ કરીને ક્રોમમાં એડ કરી દીધું પછી કોઇ અંગ્રેજી ઇમેઇલ વાંચતી વખતે કે કોઇ લેખ વાંચતી વખતે કોઇ અંગ્રેજી શબ્‍દ અવળચંડાઇ કરે તો ગુજરાતી લેક્‍સિકોનમાં જઇ ટાઇપ કરીને અર્થ શોધવાની ઝંઝટ પણ ખતમ, કરવાનું ફકત એટલું કે જે તે પેથજ પરના એ શબ્‍દ પર માત્ર ડબલ કલીક કરવાની એટલે એનો ગુજરાતી અર્થ હાજર. ગુજરાતી જોડણી તપાસવા માટે રતિકાકાએ સરસ સ્‍પેલ ચેકર નામનો એક સોફટવેર આપ્‍યો છે જે ડાઉનલોડ કરીને કમ્‍પ્‍યુટરમાં રાખી દેવાથી હસ્‍વ અને દીર્ઘની ભૂલો પણ સુધારી આપે છે. મારા દરેક લખાણની જેમ આ લેખ પણ રકમ સ્‍પેલ ચેકરના ચાળણે ચળાઇને આવ્‍યો છે. આજે ગુજરાતીમાં એક હજાર ઉપ્રાંત બ્‍લોગ લખાય છે, અને ગુજરાતી ભાષાથી વિમુખ થઇ રહેલા ગુજરાતીઓ ફરીથી ગુજરાતી તરફ થોડા ઘણા પણ વળ્‍યા હોય તો એમાં સૌથી મોટું પ્રદાન રતિલાલ ચંદરિયાનું છે એમ કહેવામાં કોઇ અતિશયોકિત નથી. સાચા અર્થમાં તન, મન અને ધનથી ગુજરાતી ભાષાની જો કોઇએ સેવા કરી હોય તો એમાં ગોંડલના ભગવદસિંહજીની સાથેજ રતિલાલ ચંદરિયાનું નામ પણ ભવિષ્‍યમાં આદરથી લેવાશે. વિજયાદશમીના દિવસે જન્‍મેલા અને વિજયાદશમીના દિવસેજ આ દુનિયા છોડી ગયેલા રતિકાકા માતૃભાષા માટે એવડું મોટું કામ કરી ગયા છે કે gujaratilexicon/rip/ratikaka.php પર એમને શ્રધ્‍ધાંજલિરૂપે લખેલા શબ્‍દો, ‘જયાં જયાં વસે ગુજરાતી, ત્‍યાં ત્‍યાં વસે ગુજરાત, જયાં જયાં વસે ગુજરાતી લેકિસકોન, ત્‍યાં ત્‍યાં વસે રતિકાકા એ એમને શતપ્રતિશત યથાર્થ અંજલિ છે. આલેખન મુકુલ જાની મોબાઇલ નં : ૯૦૬૭૬ ૮૮૯૯૧ (03:48 pm IST)
Posted on: Wed, 23 Oct 2013 12:02:58 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015