મોર બની થનગાટ કરે, મન મોર - TopicsExpress



          

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે. ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2) નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે, નવ દીન કપોતની પાંખ ખૂલે (2) મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે. ગગને ગગને ઘુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે મારાં લોચનમાં મદઘેન ભરે (2) પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે સચરાચર શ્યામલ બાથ ધરે (2) મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે, ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે, પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2) એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી, એને ઘેર જવા દરકાર નહીં (2) મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે ! પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2) અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે ! (2) ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે, ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે, ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2) વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે. એની ઘાયલદેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે (2) ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે ! મોર બની થનગાટ કરે આજે … મન મોર બની. તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે, નવ બાદલને ઉર આગ બૂઝે (2) નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ (2) ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે. - ઝવેરચંદ મેઘાણી TRANSLATION It dances today, my heart, like a peacock it dances, it dances. It sports a mosaic of passions, Like a peacock’s tail, It soars to the sky with delight, it quests, O wildly It dances today, my heart, like a peacock it dances. Storm-clouds roll through the sky, vaunting their thunder. Rice-plants bend and sway, As the water rushes, Frogs croak, doves huddle and tremble in their nests, O proudly Storm-clouds roll through the sky, vaunting their thunder. Rain-clouds wet my eyes with their blue collyrium, collyrium. I spread out my joy on the shaded new woodlands grass, My soul and the kadamba-trees blossom together, O coolly Rain-clouds wet my eyes with their blue collyrium. Who wanders high on the palace-tower, hair unraveled – Pulling her cloud-blue sari close to her breast? Who gambols in the shock and flame of the lightning, O who is it High on the tower today with hair unraveled? Who sits in the reeds by the river in pure green garments ? Her water-pot drifts from the bank as she scans the horizon, Longing, distractedly chewing fresh jasmine, O who is it Sitting in the reeds by the river in pure green garments ? Who swings on the bakul-tree branch today in the wilderness, wilderness–Scattering clusters of blooms, Sari-hem flying, Hair unplaited and blown in her eyes? O to and fro High and low swinging, who swings on that branch in the wilderness? Who moors her boat where ketaki-trees are flowering, flowering? She has gathered moss in the loose fold of her sari, Her tearful rain-songs capture my heart, O who is it Moored to the bank where ketaki-trees are flowering? It dances today, my heart, like a peacock it dances, it dances. The woods vibrate with cicadas, Rain soaks leaves, The river roars nearer and nearer the village, O wildly It dances today, my heart, like a peacock it dances.
Posted on: Sun, 06 Oct 2013 11:33:47 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015