સંબંધોનો હિસાબ-કિતાબ નથી - TopicsExpress



          

સંબંધોનો હિસાબ-કિતાબ નથી હોતો. પ્રેમની કોઈ ગણતરી નથી હોતી. આજે જે વ્યક્તિ છે એ જ જિંદગીનું કારણ છે. તમે જેના માટે કંઈ પણ કરી શકો એમ હોવ એના માટે બીજુ કંઈ પણ ન કરો તો કંઈ નહીં પણ એને પ્રેમ કરી લો. દરેક માણસને જીવવાનો કોઈ આધાર જોઈતો હોય છે. જીવવાનું કોઈ કારણ હોય ત્યારે જ જિંદગી જીવવા જેવી લાગતી હોય છે. તમે જેને પ્રેમ કરો છો, તમને જેના પ્રત્યે લાગણી છે, તમને જેની પરવા છે, જેના માટે તમે કંઈ પણ કરી શકો, એની સાથે જીવી લો. ફરી આ ક્ષણ મળે ન મળે? સમય હોય છે પણ આ સમય ક્યાં સુધી છે, ખબર નથી. એક વાત એ પણ યાદ રાખો કે જેના માટે જીવ્યા હોય એનો અફસોસ પણ ન કરો. ક્યારેક એવું પણ બનતું હોય છે કે જેના માટે આપણે કંઈ પણ કરવા તૈયાર હોઈએ એ જ વ્યક્તિ દૂર થઈ જાય! જે જિંદગી જીવાતી હોય છે એ જ મહત્ત્વની હોય છે. પ્રેમ કરવાનું પેન્ડિંગ ન રાખો. સમયની રાહ જોવા બેસશો તો સમય છેતરી જશે. સમયનું રિઝર્વેશન કયારેય થઈ શકતું નથી. સમ અને મય થતાં કોઈ સમય રોકતો નથી.
Posted on: Mon, 22 Dec 2014 10:31:15 +0000

Trending Topics



stbody" style="min-height:30px;">
La Rochelle Sophia Coverlet 4-Piece Set King, Blue/Sage Black

Recently Viewed Topics




© 2015