સ્માર્ટફોન બનાવતી - TopicsExpress



          

સ્માર્ટફોન બનાવતી પરદેશી કંપનીઓ ભારતના ગ્રાહકોને "ઈશ્માર્ટ" સમજતી હોય એવું લાગતું નથી. એપલ ને તો આઈફોનને અહીં વ્યવસ્થિત રીતે વેંચવામાં રસ જ નથી. અને ભાવ જૂની પ્રોડક્ટમાં ય ભારતને લગતા ફેરફારો વિના ય સૌથી વધુ તોડવો છે. સોનીનો આપણા વાતાવરણમાં ઉપયોગી ગણાય એવો ડસ્ટ એન્ડ વોટરપ્રૂફ એક્સર્પિયા ( આમ તો ઉચ્ચાર ઝર્પિયા થવો જોઈએ, ખેર..) ઝેડ લેટેસ્ટ એન્ડ્રોઇડ અપગ્રેડ કે પ્રાદેશિક ફોન્ટ્સ સાથે વેંચવો નથી. એચટીસીને પોતાના ફ્લેગશીપ "વન" મોડલના ચાલીસ હજારથી વધુ ખંખેરી લેવા છે, પણ યુ.કે.માં આપે છે એવું બ્રાઈટ રેડ કલરનું એલ્યુમિનિયમ બોડી ઓપ્શન પણ એકદમ સરળ રીતે અહીં આપી શકાય, તો ય અહીં આપતું નથી ! ભારતમાંથી તોતિંગ કમાણી કરતી અને મોબાઈલ માર્કેટમાં નમ્બર વન એવી સેમસંગ એની પ્રીમીયમ પ્રોડક્ટ "ગેલેક્સી S4"નું વેરીયંટ "એક્ટીવ S4"નાં નામે અત્યારે યુરોપમાં વેંચે છે, જે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે, અને મોરપીંછ, ઓરેન્જ જેવા ચકાચક કલર્સનાં બોડી ઓપ્શન ધરાવે છે. પણ ચોમાસું હોવા છતાં આ રેડી મોડેલ ભારતમાં એને આપવું નથી! બસ, "એસફોર"નું બ્રાન્ડિંગ વટાવી અન્ય ઉતરતા મોડેલ્સ ( મેગા, ઝૂમ ) વેંચી ખાવા છે. અને હા, જખ મારીને બ્લેક કે વ્હાઈટ મોડલ જ લો. લગભગ અડધો લાખ ( અન્ય સોફ્ટવેર, કવર ઈત્યાદી ગણો તો ) રૂપિયા પડાવીને પ્લાસ્ટીકમાં કલરની ડાઈ બનાવી બે- ચાર વિકલ્પો કલરનું કલ્ચર ધરાવતા ભારતીય ગ્રાહકોને આપવા એવું ય નહિ બોલો ! નોકિયા કે બ્લેકબેરી તો સ્ટાઇલીશ સ્માર્ટફોન બનાવવામાં જ ડમ્બ સાબિત થઇ છે. વળી , આ તમામ ફોન યુરોપ અમેરિકાનાં ઠંડા અને ધૂળ વિનાના વાતાવરણ મુજબ સ્ટાન્ડર્ડાઇઝડ થાય છે, આપણા ગરમ, ધૂળિયા, સ્ક્રેચ - પ્રોન એન્વાયર્નમેન્ટની શું અસર હોઈ શકે એની કશી ઓફિશ્યલ ચિંતા જ નહી ને !
Posted on: Thu, 11 Jul 2013 05:54:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015